ખબર વાયરલ

દાઢી મૂંછ વાળા છોકરાની સુંદર દુલ્હન બનવા સુધીની કહાની, વીડિયો જોઈને તમે પણ ભાવુક બની જશો

આપણા દેશની અંદર સમલૈંગિક સંબંધોને હવે માન્યતા મળી ગઈ છે, ત્યારે ઘણા લોકો અને ઘણા સમાજ દ્વારા આજે પણ તેનો વિરોધ કરવામાં આવે છે.  પરંતુ હાલ સોશિયલ મીડિયામાં દાઢી મૂછ વાળા એક છોકરાની ખુબ જ સુંદર દુલ્હન બનવાની કહાની લોકોનું દિલ જીતી રહી છે.

ટ્રાન્સજેન્ડર મોડલનો આ એક મિનિટ અને 40 સેકેંડની આ વીડિયો જાહેરાતને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે. લોકો તેની પ્રસંશા પણ કરી રહ્યા છે. આ કહાની 22 વર્ષીય મીરા સિંઘાનિયા રેહાનીની છે. કેરળમાં આવેલા જવેલરી હાઉસ ભીમા દ્વારા વીડિયોની અંદર મીરા સિંઘાનિયાને તેના પરિવાર તરફથી મળવા વાળા પ્રેમ અને સ્વીકૃતિને દર્શાવવામાં આવ્યું છે.

તેના જીવનના પ્રત્યેક માઈલના પથ્થરને પરિવાર દ્વારા ઉપહારમાં આપવામાં આવેલા સોનાના આભૂષણોના માધ્યમથી બતાવવામાં આવ્યું છે. “Pure as love” શીર્ષકની જાહેરાતને એપ્રિલમાં પ્રસારિત થયા બાદ યુટ્યુબ ઉપર લગભગ 10 લાખ વખત જોવામાં આવી ચુકી છે તો તેને ઇન્સ્ટાગ્રામ ઉપર 1.4 મિલિયન વાર જોવામાં આવી છે.

દિલ્હીના વિશ્વ વિદ્યાલયમાં સમાજશાસ્ત્રની વિદ્યાર્થીની અને બે વર્ષ પહેલા સુધીની પાર્ટ ટાઈમ મોડલ મીરા કહે છે કે જયારે તેને પહેલીવાર જાહેરાત વિશે સાંભળ્યું તો તેને શંકા થઇ. તે નહોતી ઇચ્છતી કે કોઈ તેની ટ્રાન્સ ઓળખને વ્યવસાયિક રૂપે ઉપયોગ કરે. તે સમયે તે પણ ઘભરાયેલી હતી.


મીરાંએ કહ્યું કે, “પરંતુ જયારે મેં કહાની વાંચી અને નિર્દેશક વિશે તપાસ કરી તો મેં હા કહી દીધું. અને મને ખુશી છે કે મેં આ કર્યું. આમ કરવાના કારણે મને પોતાની જાત સાથે વધારે સહજ થવામાં પણ મદદ મળી.”