27 વર્ષના યુવક પરથી પસાર થઈ ગઈ આખી ટ્રેન, છતા પણ વાળ વાંકો ન થયો

આપણે ગુજરાતીમાં એક કહેવત છે ને કે જેને રામ રાખે તેને કોણ ચાખે. આ કહેવત રાજસ્થાનમાં સાચી પડી છે. જ્યાં સામે આવેલી એક ઘટનાએ બધાને આશ્ચર્ચમાં મુકી દીધા છે. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં એક યુવક સાથે જે બન્યુ તેની કોઈએ કલ્પના પણ કરી નહીં હોય.

સવાઈ માધોપુર જિલ્લાના ગંગાપુર સિટીમાં કરૌલી અને હિંડોન ફાટકની વચ્ચે દિલ્હી મુંબઈ મેન લાઈન પર એક યુવક અડફેટે આવ્યો હોવાની વાત સામે આવી હતી. ત્યારબાદ આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થયો. જેમણે પણ આ વીડિયો જોય આશ્ચર્યમાં પડી ગયો. કારણ કે આ યુવક પાટાની વચ્ચે બેભાન અવસ્થામાં પડ્યો હોય છે અને તેના પરથી આખી માલગાડી પસાર થઈ જાય છે પરંતુ આ યુવકના શરીર પર એક ઈજાનું નિશાન જોવા નથી મળતુ.

આ અંગે મળતી માહિતી પ્રમાણે પાટા પર સુતેલા યુવકનું નામ ડાલચંદ મહાવર છે. જે 27 વર્ષની ઉંમર છે. તે ગંગાપુરના નસિયા વિસ્તારમાં રહે છે. લોકોના કહેવા પ્રમાણે ડાલચંદ દારૂડિયો છે. મળતી માહિતી પ્રમાણે આ યુવક દારૂના નશામાં રેલવે પાટા પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન તે રેલ્વેના પાટા પર પડી ગયો. જેના કારણે તેના માથામાં ઈજા થઈ અને નશામાં હોવાથી તે ઉભો ન થઈ શક્યો.

આ દરમિયાન અચાનક એક માલગાડી દિલ્હીથી મુંબઈ જઈ રહી હતી. લોકોએ ટ્રેનને જોઈને બુમો પાડી, યુવકને કહેવા લાગ્યા કે તુ સુતો રહે. ત્યારબાદ આખી ટ્રેન યુવક પરથી પસાર થઈ ગઈ, યુવક બન્ને પાટાની વચ્ચે સુતો રહ્યો જેના કારણે તેનો જીવ બચી ગયો. જેવી ટ્રેન પસાર થઈ ગઈ ત્યા હાજર લોકોએ યુવકે બહાર કાઢ્યો અને નજકની હોસ્પિટલે દાખલ કર્યો. હાલમાં આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

YC