બાઈક લઈને રેલવે ફાટક ક્રોસ કરી રહ્યો હતો યુવક, અચાનક બાઈક બંધ થઇ, પછી મળ્યું એવું ભયાનક મોત કે જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે, જુઓ વીડિયો

દેશભરમાં અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે, જેમાં ઘણા લોકો મોતને ભેટતા હોય છે, ઘણીવાર પોતાની જ ગેરકાળજીના લીધે પોતાનો જીવ ગુમાવી બેસવાના કિસ્સાઓ પણ સામે આવે છે, ત્યારે થોડા દિવસ પહેલા જ રેલવે ક્રોસિંગ પાર કરી રહેલા એક વ્યક્તિના ટ્રેન નીચે કચડાઈ જવાથી મોત થયાની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જે રૂંવાડા ઉભા કરી દેનારા છે.

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. રેલ્વે ફાટક બંધ હોવા છતાં એક બાઇક સવાર રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો, તે જ સમયે એક પુરપાટ ઝડપે આવતી ટ્રેને તેને ઉડાવી દીધો. આ ઘટનામાં યુવકનું મોત નીપજ્યું હતું. ત્યાં બાઇક ધડાકાભેર ઉડી ગયું હતું. આ ઘટના ગત 26 જૂન રવિવારની જણાવવામાં આવી રહી છે.

મૃતકની ઓળખ થઈ શકી નથી. પોલીસ ઓળખ માટે પ્રયાસ કરી રહી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. મળતી માહિતી મુજબ રવિવારની મોડી રાત્રે સાંડીલાના સદર બજાર રોડ પર રેલ્વે ફાટક બંધ હતો. ફાટક બંધ હોવા છતાં બાઇક સવાર એક યુવક રેલવે ટ્રેક ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

આ દરમિયાન તેની બાઇક રેલ્વે ટ્રેક પર ફસાઈ ગઈ હતી, જેને તે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન લખનઉથી શાહજહાંપુર જઈ રહેલી હિમગીરી એક્સપ્રેસ આવી. હિમગીરી એક્સપ્રેસ ટ્રેનની ટક્કરથી બાઇક સવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક ફંગોળાઇ ગઇ હતી.

ઘટનાની માહિતી મળતાં પોલીસે લાશનો કબજો મેળવ્યો હતો. હજુ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી. પોલીસ અને જીઆરપી યુવકની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. હરદોઈના અધિક પોલીસ અધિક્ષક અનિલ કુમારે જણાવ્યું કે આ ઘટના સંડીલામાં બની હતી, જેનો વીડિયો સામે આવ્યો છે. એક વ્યક્તિ રેલવે ક્રોસિંગ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે ટ્રેનની અડફેટે આવી જતાં તેનું મોત થયું હતું. બાબતે કાર્યવાહી હાથ ધરી છે.

Niraj Patel