વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો, હાઇવે ઉપર બોલેરો અને ટ્રેલરની ભયાનક ટક્કરમાં 6 લોકોના મોત

દેશભરમાં લોકડાઉનમાં છૂટછાટ મળવાની સાથે જ લોકો ફરવા માટે પણ નીકળી ગયા છે, શહેરના રોડ રસ્તા અને હાઇવે પણ હવે વાહનોથી છલકાઈ ઉઠ્યા છે, ત્યારે આ દરમિયાન અકસ્માતની પણ ઘણી ઘટનાઓ સામે આવતી જોવા મળે છે. આવા અકસ્માતમાં ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી બેસે છે, જેની તસવીરો અને વીડિયો જોતા જ આપણું પણ હૃદય કંપી ઉઠે.

આવો જ એક ગમખ્વાર અકસ્માત જોધપુર-જયપુર હાઇવે ઉપર ડાંગીયાવાસ 17 મિલ પાસે સર્જાયો છે. જેમાં મોડી રાત્રે ટ્રેલર અને બોલેરોની સામસામે ભયાનક ટક્કર થઇ ગઈ. આ દુર્ઘટનાની અંદર બોલેરોમાં બેઠેલા 3 લોકોના ઘટના સ્થળે જ અને 2 લોકોના હોસ્પિટલ લઇ જવા દરમિયાન  અને એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. હજુ એક અન્ય વ્યક્તિની સારવાર ચાલી રહી છે.

હાઇવે ઉપર કામ ચાલુ હોવાના કારણે એક તરફનો ટ્રાફિક બંધ હતો. રોડ ઉપર એક જ બાજુ સામ સામે વાહનોની અવર જવર હોવાના કારણે આ ભીષણ દુર્ઘટના સર્જાઈ હતી. બોલેરોમાં બેઠેલો પરિવાર પાલીના ઓમ બન્નાના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો, ત્યારે તેમની સાથે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરો સંપૂર્ણ રીતે પીચકાઈ ગઈ. અને બોલેરોમાં બેઠેલા 7 લોકો અડધા કલાક સુધી અંદર ફસાયેલા રહ્યા. ટ્રેલરનો ચાલક અકસ્માત સ્થળ ઉપર જ વાહન છોડીને ભાગી ગયો હતો. ચાર ઘાયલોને પ્રાઇવેટ વાહન દ્વારા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, પરંતુ રસ્તામાં જ બે લોકોના અને એકનું સારવાર દરમિયાન મોત થઇ ગયા. એક કલાક પછી 108 ત્યાં પહોંચી અને ત્રણેય મૃતકોને એમડીએમ પહોંચવામાં આવ્યા.

જણાવવામાં આવી રહ્યું છે કે આ હાઈવેનું નિર્માણ કાર્ય ચાલુ હતું જેના કારણે 8-10 કિલોમીટર સુધી એક સાઈડ બંધ રાખવામાં આવી હતી. જેના કારણે આ અકસ્માત સર્જાયો, આ અકસ્માત એટલો ભયાનક હતો કે બે યુવકોના માથા જ ધડથી અલગ થઇ ગયા. ખરાબ રીતે ફસાયેલા ઘાયલો અને શબોને રસ્તે ચાલતા ટ્રક ચાલકોએ બોલેરોના પતરાં તોડીને બહાર કાઢ્યા.

Niraj Patel