તારા પહેલા હું મરીશ, પત્ની મોનિકા તો ભગવાનને વ્હાલી થઈ ગઈ પણ તેણે મજાક મજાકમાં કહેલી વાત નિભાવી જાણી

મોનીકાને આઈસ્ક્રીમ બહુ જ ભાવતો, એવી કોઈ પળ કે કોઈ જગ્યા નહીં હોય જ્યાં પત્ની મોનિકા સાથે ન વિતાવી હોય, જુઓ કપલની નવી તસવીરો

જૂનાગઢમાં થોડા દિવસ પહેલા એક ખુબ જ દુઃખદ ઘટના બની હતી, જેની આખા ગુજરાતની અંદર નોંધ લેવાઈ અને આ ઘટના બાદ ઘણા લોકો ભાવુક પણ થઇ રહ્યા છે. જૂનાગઢમાં રહેતા મોનિકાબેન સોલંકીનું ગર્ભવસ્થા દરમિયાન જ બ્લડ પ્રેશર વધી જતા બ્રેન હેમરેજના કારણે નિધન થયું હતું અને તેમના ગર્ભમાં રહેલું બાળક પણ ઇન્ફેક્શનના કારણે મોતને ભેટ્યું. આ ખબરે લોકોની આંખોમાં આંસુઓ લાવી દીધા.

મોનિકાબેનનો પરિવાર પણ અચાનક આવી પડેલા દુઃખના કારણે આઘાતમાં હતો, છતાં પણ તેમને માનવતા મહેકાવી અને મોનિકાબેનના બંને ચક્ષુઓનું દાન કર્યું, ઉપરાંત તેમની અંતિમ વિદાય બાદ પ્રાર્થના સભામાં રક્તદાન કેમ્પનું આયોજન કરીને પરોપકારનું એક ઉમદા કાર્ય પણ કરવામાં આવ્યું હતું.

મોનિકાબેન અને તેમના પતિ શ્રીનાથ સોલંકી બંને પતિ પત્નીની જેમ નહિ પરંતુ મિત્રોની જેમ રહેતા હતા. આ બંનેના લવ મેરેજ થયા હતા. તેમને રડમસ અવાજે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મારી પત્ની મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. તેમને એમ પણ જણાવ્યું કે અમારા બંને વચ્ચે સતત મજાક મસ્તી પણ થતી હતી અને મેં એકવાર તેને મજાકમાં કહ્યું હતું કે “હું ચાલ્યો જઈશ પછી તને બહુ તકલીફ પડશે !”

શ્રીનાથભાઈએ એમ પણ જણાવ્યું કે મારા આવું કહ્યા બાદ તે મને જવાબમાં કહેતી કે તમારા પહેલા તો હું જઈશ, ત્યારે મને બેન્ડ વાજા સાથે લઇ જજો. આવી વાતોથી અમે બંને હસતા હતા. પરંતુ આજે અમારો એ માજક સાચો સાબિત થયો. મોનીકાની ઈચ્છા મુજબ જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જેમાં બેન્ડ વાજા પણ લાવવામાં આવ્યા.

મોનિકાબેનના પતિ શ્રીનાથ સોલંકીએ એમ પણ જણાવ્યું હતું કે પત્ની મોનિકા ડિલિવરી કરવા માટે વેરાવળ એના પિયર ગઈ હતી. ગત મહિને 9 તારીખે સીમંત પતાવીને એ એના મમ્મી-પપ્પા સાથે વેરાવળ ગઈ હતી તેને નવ મહિનાની પ્રેગ્નન્સીને કારણે જે તકલીફ થાય છે એ જ થતી હતી બાકી તેની તબિયત એકદમ ઠીક હતી.”

તેમને આગળ એમ પણ જણાવ્યું હતું કે, “21 જૂલાઈએ સવારે મોનિકાને માથામાં દુ:ખાવો શરૂ થયો હતો અને ત્યારપછી તાવ ચડતાં હોસ્પિટલે ખસેડાઈ હતી. આ પછી તેની તબિયત બગડતી જ ગઈ અને અંતે બ્રેનસ્ટ્રોક આવી ગયો હતો જે જીવલેણ નિવડ્યો હતો.” મિનિકાબેનના ગર્ભમાં રહેલું બાળક જીવિત હોવાની ડોક્ટરોને જાણ થતા જ તેને બચાવવાના સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યા પરંતુ તે પણ વ્યર્થ નિવળ્યા અને એક સાથે પરિવારના બે બે સદસ્યોના નિધનથી સોલંકી પરિવારના માથે આભ તૂટી પડ્યું.

Niraj Patel