સલામ છે પોલીસવાળાની આ માનવતાને, મહેશ નામનો આ ટ્રાફિક પોલીસકર્મીએ જે કર્યું તે જોઈને તમે પણ ખુશ થઇ જશો

પોલીસના દંડ ઉઘરાવતા, બર્બરતા કરતા ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આપણી જોયા છે. પરંતુ તે જયારે કોઈ સારું કામ કરે છે ત્યારે તેની ખુબ જ ઓછી નોંધ લેવામાં આવે છે. હાલમાં જ એક ટ્રાફિક પોલીસકર્મીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.  જમે તે ભૂખ્યા બાળકોને પોતાનું ટિફિન આપી રહ્યા છે.

બન્યું એવું કે પોલીસકર્મી જયારે ફરજ દરમિયાન બે માસુમ બાળકોને રસ્તા વચ્ચે લોકો પાસેથી ખાવાનું માંગતા જોયા ત્યારે તે તરત તેમની પાસે ગયા અને પોતાની બેગમાં રાખેલું જમવાનું કાઢીને ટી બાળકોને ભોજન કરાવ્યું.

આ સારા કામનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેને તેલંગાણા પોલીસના અધિકારીક ટ્વીટર હેન્ડલ ઉપર સોમવારે શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો વાયરલ થવાની સાથે જ લોકો આ પોલીસકર્મીની પ્રસંશા કરવા લાગી ગયા.

આ વીડિયોને ટ્વીટર ઉપર આઇપીએસ ઓફિસર સુપ્રિયા સહુ દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે. અને તેમને લખ્યું છે કે “ભૂખ્યા બાળકો સાથે પોતાનું લંચ વહેંચવા વાળા પોલીસ કોન્સ્ટેબલ મહેશ દ્વારા પોતાની ફર્ક દરમિયાન આ બાળકોને જોયા હતા. બહુ જ સરસ… સારા કામની એક નાની પહેલ મોટો બદલાવ લાવી શકે છે. આશા રાખીએ છીએ કે આ બાળકોને એક સારો આસરો મળ્યો હશે.

પહેલા આ વીડિયોને તેલંગાણા પોલીસ દ્વારા 17 મેના રોજ ટ્વીટ કરવામાં આવ્યો હતો. તેમને કેપશનમાં લખ્યું હતું કે, “જયારે પંજાગુટ્ટા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ મહેશ પેટ્રોલિંગ ઉપર હતા ત્યારે તેમને જોયું કે રસ્તાની બાજુમાં બે બાળકો લોકો પાસે ખાવાનું માંગી રહ્યા હતા. તેમને તરત પોતાનું લંચ કાઢ્યું અને ભૂખ્યા બાળકોને ખવડાવ્યું.”

Niraj Patel