જંગલમાં ઝાડીયોની અંદર છુપાઈને બેઠો હતો વાઘ, જંગલ સફારીમાં ગયેલા લોકો નજીકથી જોવા ગયા અને થયું એવું કે… જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

જંગલ સફારી દરમિયાન પ્રવાસીઓ વાઘને નજીકથી જોવાની મજા માણતા હતા, ત્યારે જ થયું એવું કે લોકોનો જીવ તાળવે ચોંટ્યો, જુઓ વીડિયો

જંગલમાં વસતા પ્રાણીઓ જોવાનો શોખ દરેક વ્યક્તિને હોય છે અને એટલે જ લોકો પ્રાણીઓ જોવા માટે પ્રાણી સંગ્રાલયની મુલાકાત લેતા હોય છે, તો ઘણા લોકો મુક્ત રીતે પ્રાણીઓને જોવા માટે જંગલ સફારીનો પણ આનંદ માણતા હોય છે. જંગલ સફારીમાં જતા લોકોને જંગલમાં વસતા પ્રાણીઓમાં વાઘ અને સિંહને જોવાનો ખુબ જ ક્રેઝ પણ હોય છે. ઘણીવાર તેમને તે જોવા પણ મળી જાય છે.

ત્યારે જંગલ સફારીમાં જતા લોકો આવા પ્રાણીઓને જોતા જ મોબાઈલનો કેમેરો ઓન કરી અને વીડિયો રેકોર્ડ કરવા લાગે છે. ઘણીવાર જંગલ સફારી દરમિયાન એવા એવા ચોંકાવનારા વીડિયો સામે આવે છે જેને જોઈને કોઈના પણ હોંશ ઉડી જાય. હાલ પણ એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેમાં કેટલાક લોકો જંગલ સફારી દરમિયાન વાઘ જોતા હતા અને ત્યારે જ એવું થયું કે સૌના શ્વાસ અઘ્ધર થઇ ગયા.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જંગલમાં લોકોનું સમૂહ એક ખુલ્લી જીપમાં બેસીને જંગલ સફારીનો આનંદ માણી રહ્યુ છે. ત્યારે જ બધાની નજર ઝાડીઓમાં છુપાઈ રહેલા એક વાઘ પર પડે છે. કેટલાક લોકો કહે છે કે નજીક જઈએ. અચાનક લોકોનો અવાજ વધવા લાગે છે. ત્યારે જ ઝાડીયોમાંથી વાઘ નીકળી અને સીધો જ જંગલ સફારીની જીપ પાર ઝપાટા મારે છે અને ત્રાડ પણ પાડે છે. આ જોઈને લોકો પણ ડરી જાય છે. લોકો વાઘને ભગાવવા માટે બૂમો પણ પાડે છે અને ડ્રાઈવર જીપને ઝડપથી દોડાવે છે.

આ વીડિયોને IFS અધિકારી દ્વારા 27 નવેમ્બરે ટ્વિટર પર શેર કરવામાં આવી હતી. તેમણે કેપ્શનમાં લખ્યું  “ક્યારેક આપણે વાઘને જોવા માટે ખૂબ ઉત્સુક થઈ જઈએ છીએ. આપણી જિજ્ઞાસા ટાઈગરના જીવનમાં હસ્તક્ષેપ બની જાય છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 25 હજારથી વધુ વ્યૂઝ અને લગભગ એક હજાર લાઈક્સ મળી ચૂક્યા છે. આ સાથે વાઘનું ખતરનાક રૂપ જોઈને તમામ યુઝર્સે પણ પ્રતિક્રિયા આપી. એકે લખ્યું કે તે યોગ્ય નથી. આવા કૃત્યો માત્ર પ્રાણીઓને ઉશ્કેરે છે.

Niraj Patel