ચૂપ ! વર્દી ઉતરાવી દઇશ.. તારી ઓકાત નથી : પછી એવું થયું કે મહિલા પર્યટક ફફડી ઉઠી

તારી શું ઓકાત છે? ગાડીને સ્પર્શ કરીને તો બતાડ, અંતે જે થયું એ ખુબ જ ખતરનાક છે…!!!

હાલમાં જ લખનઉમાં રસ્તા વચ્ચે મહિલાના હંગામાનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં મહિલાએ એક કેબ ડ્રાઇવરની પિટાઇ કરી હતી. તે બાદ હવે સોશિયલ મીડિયા સાઇટ ટ્વીટર પર એક વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે, જેમાં મહિલા પોલિસ સાથે દુર્વ્યવહાર કરી રહી છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે મહિલાએ લેડી એસઆઇ સાથે હાથાપાઇ કરવાની પણ કોશિશ કરી. આ સાથે જ મહિલા અને તેના અન્ય સાથીઓએ પોલિસકર્મીને વર્દી ઉતરાવવાની પણ ધમકી આપી દીધી.

આ વીડિયો નૈનીતાલનો છે. નૈનીતાલના તલ્લીતાલમાં પોલિસ નિયમિત ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન હિમાચલ નંબરની એક કાર ત્યાં પોહંચી, જેના પર બ્લેક ફિલ્મ લાગેલી હતી. તે બાદ ડ્યુટી પર હાજર મહિલા પોલિસ ઉપનિરીક્ષકે રાજકુમારી સિંધાનિયાને રોકી અને નિયમ અનુસાર તે હટાવવા માટે કહ્યુ, પરંતુ તે બાદ કાર ચાલક ભડકી ગયા અને મહિલા પોલિસકર્મી સાથે ઉલજવા લાગ્યા.

આ દરમિયાન કારમાં હાજર મહિલાએ પોલિસકર્મી સાથે હાથાપાઇ પર ઉતરી આવી અને ગાળો પણ આપી. રસ્તા વચ્ચે ઘણી બબાલ થઇ. કારમાં બેસેલ પર્યટકોએ પોલિસકર્મીને હેકડી બતાવતા પૈસા લઇને છોડી દેવાની વાત પણ કરી. ત્યાં હાજર લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવી દીધો, જે ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

કારમાં સવાર મહિલાએ એટલી બદ્તમીઝી કરી કે તેણે પહેલા મહિલા પોલિસકર્મીને ધમકાવી અને પછી કહ્યુ કે, તારી ઓકાત નથી આ ગાડીનું ચાલાન કરી શકે. આ સાથે જ તેણે પોલિસકર્મીઓને વર્દી ઉતરાવવાની પણ ધમકી આપી. મહિલાએ કહ્યુ કે, જો પૈસા જોઇએ તો કો, ગાડીને કંઇ જ નહિ કરી શકો. રસ્તા વચ્ચે હંગામો જોતા સ્થાનિક લોકો બચાવમાં ઉતર્યા અને આ પર પર્યટકોઓ સ્થાનીક લોકોને બે કોડીના કહ્યા અને કહ્યુ કે, તમારા જેવા લોકો તો અમારા ઘરમાં પોતુ કરે છે. તે બાદ સ્થાનિક લોકો ભડકી ગયા.

મામલાને વધતો જોઇ પોલિસે અતિરિક્ત ફોર્સ મંગાવી કોઇ રીતે કાબૂ કર્યો અને 6 કરોડની ગાડી સીઝ કરી. થાનાધ્યક્ષે જણાવ્યુ કે, વસંત વિહારના રહેવાસી શિવમ મિશ્રા, વિવેક અને સંદીપ સાથે જ કાનપુર નિવાસી મહિલા સ્મિતા વિરૂદ્ધ કેસ દાખલ કરવામા આવ્યો છે અને આઇપીસી ધારા 504, 506, 353, 186 અંતર્ગત કેસ દાખલ કરી લીધો છે.

Shah Jina