ટામેટાના વધતા ભાવથી આ ભાઈ એટલો પરેશાન થઇ ગયો કે બનાવી નાખ્યું ટામેટા પર ગીત, સોશિયલ મીડિયામાં થઇ રહ્યું છે વાયરલ, જુઓ

લો બોલો… મીમ અને રીલ પછી હવે ટામેટાનું ફની ગીત પણ થયું સોશિયલ મીડિયામાં વાયરલ, લોકોને આવી રહી છે બરાબર મજા, તમે પણ જુઓ

Tomato Price Hike Viral Song : દેશભરમાં ટામેટાના ભાવમાં હાલ ભડકો જોવા મળી રહ્યો છે, હાલના સમયમાં ટામેટા 140 રૂપિયા કિલોની પાર પહોંચી ગયા છે, ત્યારે ટામેટાના આ વધતા ભાવના કારણે સોશિયલ મીડિયામાં પણ મીમનું પૂર આવ્યું છે, ઘણા લોકો તેના પર મીમ અને ફની વીડિયો પણ બનાવી રહ્યા છે, ત્યારે આ ક્રમમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ટામેટાનું એક ગીત જોવા મળી રહ્યું છે.

ટામેટા પર બન્યું ગીત :

તમે બધાએ ‘ટમ ટમ’ ગીત તો સાંભળ્યું જ હશે, હવે તેનું ટોમેટો વર્ઝન પણ આવી ગયું છે. શાકભાજીના વધતા ભાવ પર એક વ્યક્તિએ ગીત કમ્પોઝ કર્યું છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને સાંભળીને તમને પણ મજા આવશે. વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ટામેટાં ખરીદી રહ્યો છે અને પોતાના ખિસ્સામાંથી 100 રૂપિયા કાઢીને શાકભાજી વેચનારને આપી રહ્યો છે.

લોકોને આવી રહી છે જબરી મજા:

ત્યારબાદ તે તેના ત્રણ મિત્રો સાથે હાથમાં શાકભાજીની બે થેલીઓ સાથે મોંઘા ટમેટાં પર ગીત ગાતો જોવા મળે છે. ગીતની સાથે ચારેય મિત્રો પણ ડાન્સ કરી રહ્યા છે. તેના ડાન્સ મૂવ્સ અને ચહેરાના હાવભાવ ઉત્તમ છે. ગીતના અંતે, માણસ તેના ખાલી ખિસ્સા તરફ નિર્દેશ કરે છે. યુઝર્સ આ વીડિયોમાં ઘણો રસ લઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Khushaal (@khushaal_pawaar)

યુઝર્સના પ્રતિભાવ પણ જબરદસ્ત:

આ ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર કુશલ પવાર નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. કેપ્શનમાં લખ્યું છે “ટોમેટો સોંગ. ” વીડિયોને અત્યાર સુધી 7 લાખ કરતા વધારે લોકો લાઈક કરી ચુક્યા છે.  સાથે જ યુઝર્સ તેના પર કમેન્ટ કરી રહ્યા છે અને ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે. એકે લખ્યું  દિલ્હીમાં રૂ. 160 પ્રતિ કિલો. અત્યારે ટામેટાના ભાવ ગમે તેટલા હોય, આ વીડિયો જોયા પછી દરેકના ચહેરા પર સ્મિત આવી જાય છે.

Niraj Patel