હેલ્થ

કોરોના કાળમાં વધારશે આ જ્યુસ તમારી ઇમ્યુનિટી, જલ્દીથી વાંચો

કોરોનાને પછાડી દેવામાં આ તમને ખુબ મદદ કરશે, જાણો

કોરોના વાયરસ એક વખત ફરી લોકોને તેની ઝપેટમાં લઇ રહ્યો છે. પહેલી લહેરની તુલનામાં બીજી લહેર વધુ ઘાતક સાબિત થઇ રહી છે. મહામારીના આ સમયે લોકો તેમની રોગપ્રતિકારક શક્તિ વધારી રહ્યાં છે. તેવામા ડોક્ટર્સના જણાવ્યાં મુજબ કોઇ પ્રકારનું વાયરલ સંક્રમણ અને બીમારી જેમકે શરદી, ઉધરસથી બચવું હોય તો ઇમ્યુન સિસ્ટમ મજબૂત રાખવી જરૂરી છે. કેટલાક ફૂડ એવા છે, જે આપણી ઇમ્યૂન સિસ્ટનને વધુ સ્ટ્રોન્ગ કરે છે.

એંટીઓક્સિડેંટથી ભરપૂર ટામેટામાં વિટામીન સી, વિટામીન ઇ અને બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે. આ માટે ટામેટા, ફ્રી રેેડિકલ્સથી કોશિકાઓને બચાવવામાં મદદ કરે છે. રોજ એક ગ્લાસ ટામેેટાનો જ્યુસ પીવાથી ઇમ્યુનિટી મજબૂત થશે. બ્લડ પણ સાફ રહે છે અને આંત પણ મજબૂત થાય છે. આ સાથે ટામેટા હાર્ટના કોઇ રોગના ખતરાને પણ ઓછો કરે છે.

ટામેટાંનું જ્યુસ બનાવવા માટે એક કપ પાણી, 1 ચપટી મીઠું, 2 ટામેટા… કોરોના કાળમાં કોઇપણ ફળનો ઉપયોગ કરતા પહેલા તેને સારી રીતે સાફ કરવા જરૂરી છે. ટામેટાને સાફ કર્યાં બાદ તેના નાના-નાના ટૂકડા કરીને જ્યુસ કાઢી લો. તેમાં થોડુ પાણી અને મીઠું ઉમેરીને સારી રીતે મિકસ કરો. તમે ઇચ્છો તો મીઠા વગરનો પણ જ્યુસ પણ પી શકો છો.