ટોલ પ્લાઝા ઉપર મેનેજરે જિલ્લા મેજિસ્ટ્રેસ્ટને શીખવાડ્યો કાયદાનો પાઠ, વીડિયો થઇ ગયો વાયરલ

આજકાલ લોકોમાં કાયદાને લાઈને જાગૃતતા આવી છે તો બીજી તરફ ઘણા લોકો કાયદાનો ફાયદો ઉઠાવતા પણ જોવા મળે છે. આવા લોકોને ઘણા લોકો પોતાના કેમેરામાં કેદ કરી લેતા હોય છે અને તેમના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે.

આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય બન્યો છે અને ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે એક ટોલ પ્લાઝા મેનેજર જિલ્લા મેજીસ્ટ્રેટને કાયદાનો પાઠ ભણાવી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં હવે જિલ્લા જજની મજાક ઉડાવવામાં આવી રહી છે. વિવાદ એવો છે કે આ ટોલ બુથ ઉપર જિલ્લા મેજિસ્ટ્રેટ પોતાની નોકરીની ધાક જમાવતા પૈસા આપવાથી ઇન્કાર કરે છે. તેમની દલીલ હતી કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં થઈને આવી રહ્યા છે અને તેમને ક્યાંય ટોલ નથી આપો. ત્યારે જ ટોલ મેનેજર આવે છે અને તેમને કાયદાનો પાઠ ભણાવે છે.

ટોલ મેનેજર આવીને કહે છે કે અધિકાર પ્રમાણે હાઈ કોર્ટના જજને ટોલ આપવામાંથી માફી આપવામાં આવી છે પરંતુ તમે જિલ્લા મેજિસ્ટ્રેટ છો અને તમે લેન પણ જામ કરી દીધી છે. તમારે ટોલ આપવો જ પડશે. 10 મિનિટ સુધી ટોલ ઉપર ગાડી ઉભી રાખવા વાળા મેજીસ્ટ્રેટને મેનેજર સાથે ખુબ જ માથાકૂટ થઇ. પરંતુ વાતો વાતોમાં જ મેનેજરે જજને એવી વાતો સંભળાવી કે હવે ટોલ પ્લાઝા મેનેજરની સોશિયલ મીડિયામાં વાહ વાહ થઇ રહી છે.

આ ટોલ પ્લાઝા ઉપર ટોલ માત્ર 80 રૂપિયા જ ચૂકવવાનો હતો. પરંતુ મેજિસ્ટ્રેટ ટોલ આપવાથી ઇન્કાર કરી રહ્યા હતા, જેને લઈને ટોલ પ્લાઝા મેનેજરે તેમને બરાબર પાઠ ભણાવ્યો, જુઓ તમે પણ આ વાયરલ વીડિયો

Niraj Patel