તારક મહેતાના ભિડેના મૃત્યુના સમાચાર વાયરલ , જાણો સત્ય

ટીવીના લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ‘આત્મારામ તુકારામ ભીડે’નું પાત્ર ભજવતા અભિનેતા મંદાર ચાંદવાડકરની મોતના સમાચાર આગની જેમ ફેલાઇ રહ્યા છે. જ્યારે સોશિયલ મીડિયા પર આવી અફવા ફેલાઇ ત્યારે તરત જ મંદારને લાઈવ આવવું પડ્યું. અભિનેતાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવી ચાહકોને જાણ કરી કે તે એકદમ સ્વસ્થ છે અને સોશિયલ મીડિયા પર તેના વિશે ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા છે, જેના પર વિશ્વાસ કરવામાં ન આવે.

મંદારે પોતાના લાઈવ વીડિયોમાં કહ્યું, “નમસ્તે, કેમ છો તમે બધા? હું આશા રાખું છું કે તમારા બધાનું કામ સારુ ચાલી રહ્યુ છે. હું પણ કામ પર છું. કોઈ વ્યક્તિએ કેટલાક સમાચાર ફોરવર્ડ કર્યા છે, તેથી મેં વિચાર્યું કે અન્યોએ ચિંતા ન કરવી જોઈએ, તેથી હું તરત જ લાઈવ આવ્યો છું, કારણ કે સોશિયલ મીડિયા આગ ફેલાવવા કરતાં વધુ ઝડપી છે, તેથી હું ખાતરી કરવા માંગુ છું કે હું સારો છું અને હું શૂટિંગ કરી રહ્યો છું. તેનો આનંદ માણી રહ્યો છું.”

મંદારે વીડિયોમાં આગળ કહ્યું, “જેણે પણ આ ઘટનાને અંજામ આપ્યો છે, કૃપા કરીને આવી અફવાઓ ન ફેલાવો. ભગવાન તેને બુદ્ધિ આપે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના તમામ કલાકારો સંપૂર્ણપણે સ્વસ્થ અને ખુશ છે. તેઓ ભવિષ્યમાં ઘણું કામ કરવાની યોજના ધરાવે છે. અમે બધાં હજુ ઘણા વર્ષો સુધી લોકોનું મનોરંજન કરવાનું ચાલુ રાખીશું. ફરી વિનંતી છે કે આવી અફવાઓ ન ફેલાવો. આભાર.”

જણાવી દઇએ કે, મંદાર ચાંદવાડકરે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કર્યાને 13 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ વ્યક્તિના મોતના ખોટા સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવ્યા હોય. આ પહેલા ટીવીની ખૂબસુરત અને લોકપ્રિય અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી તેમજ મુકેશ ખન્ના, શ્વેતા તિવારી, શિવાજી સાટમ જેવા અન્ય કલાકારોની પણ અફવા ઉડી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સમાચાર આવ્યા છે કે આ સિટકોમના તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢા શો છોડી રહ્યા છે. તે કરારથી નાખુશ છે અને અભિનયના સંદર્ભમાં અન્ય માધ્યમો શોધવા માંગે છે.

Kashyap Kumbhani