મનોરંજન

ટપુ ઉર્ફે રાજ અનડકટથી નારાજ થયા જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી ? જુઓ શું ચાલી રહ્યું છે

રિયલ લાઈફમાં ટપ્પૂ અને જેઠાલાલ વચ્ચે થઇ ગયો મોટો પંગો? જેઠાલાલે ભર્યું મોટું પગલું

ટીવી ઉપર દર્શકોનું છેલ્લા 12-13 વર્ષથી ભરપૂર મનોરંજન કરાવી રહેલા શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે દર્શકોની પહેલી પસંદ બની ગયો છે. આ શોની અંદર જેઠાલાલ અને ટપુની જોડી પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે. બાપ-દીકરાની આ જોડી દર્શકોને ભરપૂર મનોરંજન પણ કરાવે છે. તેમને વચ્ચે કમાલની કેમેસ્ટ્રી જોવા મળે છે.

પરંતુ હાલ ખબર આવી રહી છે કે રીલ લાઈફના આ બાપ દીકરા વચ્ચે રિયલ લાઈફમાં કેમેસ્ટ્રી બગડી છે. કારણ કે જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ ટપુનું પાત્ર નિભાવી રહેલા રાજ અનડકટને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપરથી અનફોલો કરી દીધો છે.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો હાલમાં જેઠાલાલ ઓન સ્ક્રીન દીકરા ટપુથી નારાજ છે જેના કારણે તેમને ઇન્સ્ટાગ્રામ ઉપરથી તેને અનફોલો કરી દીધો છે. નારાજગીનું કારણ મીડિયામાં જણાવવામાં આવી રહ્યું છે કે રાજ અનડકટ શૂટિંગ સેટ ઉપર મોડો આવતો હતો.

દિલીપ જોશી સીંયાર એકત્ર હોવા છતાં પણ સેટ ઉપર જલ્દી પહોંચતા હતા અને રાજને ટોકવા છતાં પણ તે મોડો આવતો હતો જેના કારણે દિલીપ જોશીને રાહ જોવી પડતી હતી. જેના કારણે દિલીપ જોશી રાજથી નારાજ થઇ ગયા હતા.

આમ તો આ પહેલીવાર નથી જયારે શોમાંથી કલાકારોના મનમોટાવની ખબરો સામે આવી હોય. પરંતુ આ પહેલા પણ શોની મહિલા કલાકારો વચ્ચે અનબનની ખબરો આવી છે. જેના ઉપર ખુદ સુનૈના ફોજદારે પણ સફાઈ આપી હતી.

તો થોડા સમય પગેલા દિલીપ જોશી અને શૈલેષ લોઢા વચ્ચે પણ વિવાદની ખબર આવું હતી, જેના ઉપર તારક મહેતા એટલે કે શૈલેષ લોઢાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જેઠાલાલ અને બંને ખુબ જ સારા મિત્રો છે અને એકસાથે સમય વિતાવવાનું પસંદ કરે છે.