ટીવીનો લોકપ્રિય અને લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરાવતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. આ શોની અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે માર્ચમાં શો છોડી દીધો હતો. તેણે શો મેકર્સ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે, જેના કારણે શો અને તેની સાથે જોડાયેલા તમામ લોકો વિવાદોમાં ફસાઈ ગયા છે. અભિનેત્રીએ કહ્યું કે લાંબા સમયથી તેનું શોષણ થઈ રહ્યું હતું, પરંતુ તે ચૂપ હતી કારણ કે તે સમયની સાથે વસ્તુઓ સારી થવાની આશા રાખતી હતી.
જેનિફરના કહેવા પ્રમાણે, નિર્માતા કલાકારો સાથે ખૂબ જ ખરાબ વાત કરે છે અને તેમની ફી પણ સમયસર ચૂકવતા નથી. એક ઇન્ટરવ્યુમાં જેનિફર મિસ્ત્રીએ ખાલી અસ્તી મોદી સાથે જ નહીં પરંતુ શોના ઓપરેશન હેડ સોહેલ રામાણી અને શોના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ વિશે પણ વાત કરી હતી. જેનિફરે કહ્યું કે મહિનાના પાંચ દિવસ પછી પણ પેમેન્ટ ન આવ્યું ત્યારે મેં સોહેલને ફોન કરીને તેના વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તમે અત્યારે ફોન કર્યો છે, 2-3 કલાકમાં પેમેન્ટ આવી જશે.
બીજી તરફ જ્યારે મેં પેમેન્ટ રોકવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે તે પ્રોડ્યુસર્સ સાથે આવી વાત નથી કરતો. નિર્માતા હંમેશા મોટો હોય છે અને અભિનેતા નાનો હોય છે. આ સિવાય કલાકારોને સેટ પર માનસિક રીતે ખૂબ ટોર્ચર કરવામાં આવે છે. એકવાર મારે પાસપોર્ટ સંબંધિત કામ માટે પાસપોર્ટ ઓફિસ જવાનું થયું તો મેં 3 કલાકની રજા લીધી હતી. પણ આ માટે મારી સાથે યોગ્ય રીતે વાત કરવામાં ન આવી અને મારો અડધા દિવસનો પગાર પણ કાપી લેવામાં આવ્યો.
શોના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ વિશે વાત કરતા અભિનેત્રીએ કહ્યું કે તે ક્યારેય યોગ્ય રીતે વાત કરતા નહોતા. જેનિફર કહે છે કે, અસંખ્ય વખત આવી ઘટનાઓ બની છે, જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. 2-4 મુખ્ય કલાકારો સિવાય બાકીના બધાને સેટ પર માનસિક ત્રાસ આપવામાં આવે છે, પણ તેઓ કામ કરતા હોવાથી કોઈ બોલશે નહીં. હું પણ છેલ્લા ઘણા સમયથી દબાણમાં હતી અને આ લોકો મને પૂછે છે કે મેં 15 વર્ષ પછી અવાજ કેમ ઉઠાવ્યો. મેં હવે હિંમત ભેગી કરી છે અને હું બોલી શકી છું.
Shocking. 😲 #TarakMehtaKaOoltahChashmapic.twitter.com/646U9sodtR
— Prayag (@theprayagtiwari) May 12, 2023