છેલ્લા 12 વર્ષથી દર્શકોને ભરપૂર મનોરંજન કરવાનારા શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” દરેક ઘરની પહેલી પસંદ છે. સોની સબ ઉપર આવતા આ શોને લાખો લોકો નિયમિત નિહાળે છે, તો આ શોના પાત્રોને પણ દર્શકો ખુબ જ પસંદ કરે છે.
તારક મહેતા શો દર્શકોને ભરપૂર મનોરંજન કરાવે છે ત્યારે હવે આ શોનો એક નવો જ અંદાજ જોવા મળવાનો છે. આ શો હવે એક એનીમિટેડ વર્ઝનમાં બદલાવવા જઈ રહ્યો છે. જેની જાણકારી સોની ટીવીના ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ દ્વારા આપવામાં આવી છે.
આ ધારાવાહિકના એનિમેટેડ પ્રોમો વીડિયોને સેલેબ્રીટી ફોટોગ્રાફર વિરલ ભાયાણી દ્વારા પણ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરવામાં આવ્યો છે.
View this post on Instagram
ચાહકોને પણ તારક મહેતા શોનો આ નવો અંદાજ ખુબ જ પસંદ આવી રહ્યો છે. ખાસ કરીને બાળકોને શોનો આ નવો અંદાજ ખુબ જ પસંદ આવશે.
View this post on Instagram
તારક મહેતા શોનું આ નવું વર્જન 19 એપ્રિલથી સોનીની નવી ચેનલ સોની યાય (Sonyyay) ઉપર સોમવારથી શુક્રવારના રોજ સવારે 11:30 કલાકે પ્રસારિત થશે.