સ્ટાઈલિશ અંદાજમાં ટીના અંબાણીએ પોતાના દીકરા અંશુલ સાથે કર્યા પુષ્કર મંદિરમાં દર્શન, તસવીરો થઇ રહી છે વાયરલ, જુઓ

પુષ્કરમાં દર્શન કરતા જોવા મળ્યા ટીના અંબાણી અને દીકરો અંશુલ અંબાણી, પિન્ક કુર્તીમાં ટીના અંબાણીએ લૂંટી લીધી લાઇમ લાઈટ, જુઓ તસવીરો

Tina Ambani and son Spotted Pushkar Temple: દેશ અને દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. મુકેશ અંબાણી ઉપરાંત તેમના ભાઈ અનિલ અંબાણી પણ ચર્ચામાં રહેતા હોય છે, ભલે અનિલ અંબાણીને મુકેશ અંબાણી જેટલી પ્રસિદ્ધિ નથી મળી પરંતુ તે અને તેમનો પરિવાર પણ લાઇમ લાઇટમાં છવાયેલો રહેતો હોય છે. ત્યારે હાલ આ પરિવારની કેટલીક તસવીરો સામે આવી છે.

એક સમયે બોલીવુડમાં મોટું નામ ધરાવતી ટીનાએ અનિલ અંબાણી સાથે લગ્ન કરીને ફિલ્મી કેરિયરને અલવિદા કઈ દીધું, પરંતુ આજે પણ તેમની સુંદરતા લોકોમાં ચર્ચાનો વિષય બની રહે છે. ત્યારે હાલમાં જ ટીના અંબાણી અને તેમનો દીકરો અંશુલ અંબાણી પુષ્કરના મંદિરમાં દર્શન કરતા જોવા મળ્યા હતા. એક ફેન પેજ દ્વારા તેની તસવીર પણ પોસ્ટ કરવામાં આવી છે, જે ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.

સામે આવેલી તસ્વીરમાં ટીના અંબાણી પિન્ક ડ્રેસમાં ખુબ જ સ્ટાઈલિશ દેખાઈ રહી હતી. તો અંશુલ અંબાણી પણ બ્લેક હુડીમાં ખુબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. આ માં દીકરાએ રાજસ્થાનમાં આવેલા પુષ્કરના મંદિરમાં દર્શન પણ કર્યા હતા.  આ દરમિયાન પણ એક તસવીર ફેન ક્લ્બ પર શેર કરવામાં આવી છે, જેમાં તેમની સાથે અન્ય લોકો પણ જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે હાલમાં જ રિલાયન્સ ADA ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણી ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન (FEMA) કેસમાં પૂછપરછ માટે મુંબઈમાં ED સમક્ષ હાજર થઈ છે. આ પહેલા સોમવારે અનિલ અંબાણીની પણ ED દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ED અધિકારીઓના જણાવ્યા અનુસાર, અનિલ અંબાણીની ફોરેન એક્સચેન્જ એક્ટના કથિત ઉલ્લંઘન સાથે સંબંધિત તપાસના સંદર્ભમાં પૂછપરછ કરવામાં આવી હતી.

Niraj Patel