પત્નીને કામ માટે બહાર જવાનું કહીને ગયેલા પતિ પાસે પત્નીએ માંગી સેલ્ફી, પતિએ મોકલતા જ થઇ ગયા છૂટાછેડા, જાણો એવું તો શું હતું એમાં

પત્ની, પત્ની અને વોના કિસ્સાઓ હાલ જગ જાહેર થઇ ચુક્યા છે. સોશિયલ મીડિયામાં પણ આવા ઘણા કિસ્સાઓ રોજ બરોજ સાંભળવા મળતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે. આ કિસ્સામાં અમેરિકામાં રહેવા વાળી એક મહિલાએ પોતાના પતિનો દગો આપવાની વાર્તા લોકો સાથે શેર કરી છે. જેમાં તે વ્યક્તિની એક તસવીરથી તેની પત્નીએ પતિની છેતરપિંડીને પકડી લીધી હતી.

હકીકતમાં તે વ્યક્તિ ઓફિસ મીટીંગનું નામ લઈને અને બહાર ગયો હતો અને બહાર તે વ્યક્તિ બીજી મહિલા સાથે રાત્રી રોકાણ કોઈ હોટલમાં કરી રહ્યો હતો. પરંતુ આ દરમિયાન જ હોટલના બાથરૂમમાંથી પત્નીને સેલ્ફી મોકલવી તે વ્યક્તિને ભારે પડી ગઈ હતી.

કારણ કે તેની ચાલાક પત્નીએ તેની તસવીરમાં કંઈક એવું દેખાઈ ગયું કે પતિની બધી જ પોલ ખુલી ગઈ હતી. ત્યારબાદ મહિલાએ તેના પતિની કહાનીને ઇન્ટરનેટ ઉપર શેર કરી દીધી. જ્યાં લગભગ 40 લાખ કરતા પણ વધારે લોકોએ તેને જોઈ. આ કહાની છે અમેરિકામાં રહેવા વાળી એક ટિક્ટોક યુઝર્સની છે. જેને પોતાના પતિની બે તસવીરો શેર કરી છે અને તેનો પતિ દગાબાજ છે તેવી મહિલાને શંકા થઇ હતી.

મહિલાના પતિએ થોડા સમય પહેલા જ ઓફિસ મિટિંગમાં જવાનું કહીને ટ્રાવેલિંગ કર્યું હતું. તેને ત્યાંની હોટલ રૂમમાંથી પોતાની પત્નીને પોતાની બે સેલ્ફી લઈને મોકલી હતી. આ તસવીરો દ્વારા તે પોતાની હોટનેસ બતાવી રહ્યો હતો પરંતુ તેને ક્યાં ખબર હતી કે આ તસવીરોના કારણે તેના છૂટાછેડા પણ થઇ જશે.

આખરે એવું તો શું જોયું પત્નીએ કે તેને પોતાના પતિને છૂટાછેડા આપવા પડ્યા ? તો તમને જણાવીએ કે પતિએ તેની પત્નીને જે બે તસવીરો મોકલી હતી તેની અંદર પત્નીની નજર પતિ ઉપરાંત બીજી વસ્તુઓ ઉપર પણ પડી. બાથરૂમના અરીસામાં મહિલાને એક સ્ટ્રેટનર નજર આવ્યું (વાળને સ્ટ્રેટ કરવા માટેનું મશીન). તેને જોતા જ મહિલા સમજી ગઈ કે તેનો પતિ કોઈ બીજી મહિલા સાથે હોટલની રૂમમાં રોકાયો છે. સ્ટ્રેટનર ઉપરાંત તેને એક ભૂરા રંગનો કાંસકો પણ નજર આવ્યો.

મહિલાએ જ્યારે પોતાના પતિની આ તસ્વીરને ઇન્ટરનેટ ઉપર પોસ્ટ કરી ત્યારે 13 હજાર લોકોએ તેના ઉપર કોમેન્ટ કરી. ઘણા લોકોએ તો એમ પણ જણાવ્યું કે આ વ્યક્તિએ તેની આંગળીમાં વીંટી પણ નહોતી પહેરી જેનાથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે તે પોતાની પત્નીને દગો આપી રહ્યો છે.

સોશિયલ મીડિયાની અંદર હવે આ પતિ પત્નીનો કિસ્સો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ઘણા લોકો તેમાં કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તો તે મહિલાના સમર્થનમાં પણ ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે. આ ટિક્ટોક યુઝર્સ હવે સોશિયલ મીડિયામાં ચર્ચા નો વિષય બની ગયો છે.

Niraj Patel