એક ડઝન કરતા પણ વધારે વાઘને એક નાના એવા બતકે હંફાવી દીધા, કર્યો મરણીયો પ્રયાસ તોય હાથમાં ના આવ્યું, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ વાયરલ થતા હોય છે  અને તેમાં પણ પ્રાણીઓ સાથે જોડાયેલા વીડિયો જોવાનું ખુબ જ પસંદ કરતા હોય છે. ઘણીવાર જંગલમાંથી એવા એવા દૃશ્યો સામે આવે છે કે તે જોવાની ખુબ જ મજા આવતી હોય છે તો ઘણા દૃશ્યો હેરાન કરી દેનારા પણ હોય છે. હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

એવું કહેવાય છે કે વાઘ કરતાં વધુ ચપળ કોઈ પ્રાણી નથી, તે પોતાના શિકારને પળવારમાં મોતને ઘાટ ઉતારી શકે છે. જંગલના સૌથી મોટા પ્રાણીઓ વાઘની નજીક આવતા ડરે છે. આપણે ઘણી વખત જોયું છે કે જિરાફ જેવા કદાવર પ્રાણીથી લઈને ગેંડા જેવા ભયજનક પ્રાણી સુધી વાઘ પોતાની ચપળતાથી શિકાર બનાવે છે. ઘણી વખત, પાણીમાં કૂદીને, તે ખતરનાક મગરને તેના તીક્ષ્ણ દાંતથી પણ ફાડી નાખે છે.

પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેને જોઈને તમે પણ ચોંકી જશો. આ વીડિયોમાં એક ડઝનથી વધુ વાઘ નાના બતકનો શિકાર કરવામાં નિષ્ફળ જતા જોવા મળે છે. આ વીડિયો પણ આશ્ચર્યજનક છે કારણ કે લગભગ 14 વાઘ આ બતકને મારવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પોતાની કલાબાજીથી તે આ વાઘના હુમલાને નિષ્ફળ બનાવી દે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

વીડિયોમાં જોઈ શકાય છે કે એક પૂલની આસપાસ ડઝનબંધ વાઘ ઉભા છે. પૂલ પાણીથી ભરેલો છે. દરમિયાન, ઉપરથી ઉડતી એક બતક પૂલમાં તરવા લાગે છે. પછી એક વાઘ તેનો શિકાર કરવાના ઈરાદાથી બતક પર કૂદી પડે છે. જોકે બતક પણ ખૂબ જ સ્માર્ટ હતી અને જાણતી હતી કે વાઘ તેના પર હુમલો કરશે. જલદી વાઘ તે બતક પર કૂદી પડે છે, તેથી બતક પાણીમાં ડૂબકી મારે છે. આ કારણે વાઘ પોતાનો શિકાર ચૂકી જાય છે. જેના બાદ બધા વાઘ પૂલની આસપાસ ઉભા છે અને બતકનો શિકાર કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ બતક પાણીમાં એવા કરતબ બતાવે છે કે બધા વાઘ ઉભા રહીને જુએ છે અને તેનો શિકાર કરવામાં અસમર્થ રહે છે.

Niraj Patel