જન્મદિવસના એક દિવસ પહેલા દિશા પટની સાથે અહીં સ્પોટ થયા ટાઇગર શ્રોફ, જુઓ તસવીરો

બોલિવુડ અભિનેતા ટાઇગર શ્રોફ આજે તેમનો 31મો જન્મદિવસ મનાવી રહ્યા છે. આ વચ્ચે તેઓ ગઇકાલે રાત્રે એટલે કે 1 માર્ચે મોડી સાંજે તેમના જન્મદિવસની ઉજવણી કરવા તેમની કથિત ગર્લફ્રેન્ડ દિશા પટની સાથે પહોંચ્યા હતા.

Image Source

ટાઇગર ગઇકાલે દિશા પટની સાથે મુંબઇમાં ડિનર માટે સ્પોટ થયા હતા. તેઓ મુંબઇના બાંદ્રામાં સ્થિત Yauatcha રેસ્ટોરન્ટ પાસે દિશા સાથે જોવા મળ્યા હતા.

Image Source

ટાઇગર શ્રોફની જે તસવીરો વાયરલ થઇ રહી છે, તેમાં તેઓ ખૂબ જ સ્ટાઇલિશ અવતારમાં નજરે પડ્યા હતા. તસવીરોમાં ટાઇગર માસ્ક પહેરી રેસ્ટોરન્ટ બહાર દિશા સાથે સ્પોટ થયા હતા.

Image Source

દિશા પટની આ તસવીરોમાં ખૂબ જ સ્ટનિંગ લાગી રહી હતી. તેણે ચહેરા પર સેફટી માટે માસ્ક કેરી કર્યુ હતુ અને આ સાથે જ તેણે વાળને ખુલ્લા રાખ્યા હતા. તેણે બ્લેક હિલ્સ અને બ્લેક જીન્સ કેરી કર્યુ હતું. આ લુકમાં તે ઘણી ખૂબસુરત લાગી રહી હતી.

Image Source

ટાઇગર શ્રોફે આ દરમિયાન ગ્રેે ટી-શર્ટ અને જીન્સ કેરી કર્યુ હતુ અને આ સાથે જ તેણે સેફટી માટે માસ્ક પહેર્યુ હતુ અને રેસ્ટોરન્ટની બહાર દિશા સાથે સ્પોટ થયા હતા.

Image Source

ટાઇગર શ્રોફના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે જલ્દી જ “હીરોપંતી 2” “ગનપત” “રેમ્બો” સહિત અન્ય પ્રોજેકટ પર કામ કરી રહ્યા છે.

ટાઇગર શ્રોફના જન્મદિવસે તેમની માતા આયશા શ્રોફ, પિતા જેકી શ્રોફ, બહેન ક્રિષ્ના શ્રોફ અને દિશા પટની સાથે સાથે તેમની ફિલ્મ “સ્ટુડન્ટ ઓફ ધ યર 2″ની કો-સ્ટાર અનન્યા પાંડે એ પણ તેમને શુભકામનાઓ પાઠવી હતી.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani)

ટાઇગર શ્રોફ બોલિવુડના યંગ અને શાનદાર કલાકારોમાંના એક છે. તેમણે ઘણી હિટ ફિલ્મો આપી છે અને ચાહકોનું પણ દિલ જીત્યુ છે. ટાઇગર શ્રોફનો જન્મ 2 માર્ચ 1990ના રોજ થયો હતો. ટાઇગર શ્રોફ બોલિવુડ અભિનેતા જેકી શ્રોફના દીકરા છે.

 

View this post on Instagram

 

A post shared by Ayesha Shroff (@ayeshashroff)

ઘણા ઓછા લોકો જાણે છે કે, તેમનું અસલી નામ જય હેમંત શ્રોફ છે. જેકી શ્રોફ બાળપણમાં તેમને ટાઇગર એ માટેે કહેતા હતા કે તેમની ડાઇટ સારી હતી. ટાઇગરે તેનો પૂરો અભ્યાસ મુંબઇથી જ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Jackie Shroff (@apnabhidu)

તમને જણાવી દઇએ કે, બોલિવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર તેમની બાળપણની મિત્ર છે. ટાઇગર અને શ્રદ્ધાએ ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે એટલું જ નહિ પરંતુ તેઓ એક જ સ્કૂલમાં ક્લાસમેટ પણ હતા.

ટાઇગર શ્રોફે બોલિવુડમાં તેમના કરિયરની શરૂઆત વર્ષ 2014માં કરી હતી. તેમની ડેબ્યુ ફિલ્મ “હીરોપંતી” હતી. આ ફિલ્મમાં તેમની સાથે કૃતિ સેનન હતી. આ ફિલ્મનો કારણે તેઓ બંને ખૂબ ચર્ચામાં રહ્યા હતા. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ પણ મળ્યો હતો.

Image Source

ત્યાર બાદ ટાઇગરે શ્રદ્ધા કપૂર સાથે ફિલ્મ “બાગી” કરી હતી. આ ફિલ્મ હિટ સાબિત થઇ હતી. આ બાદ તેઓ “ધ ફ્લાઇંગ જેટ” “બાગી 3” “સ્ટુડન્ટ ઓફ ધ યર 2” અને “વોર” માં પણ જોવા મળ્યા હતા.

Image Source

ફિલ્મ “વોર” ટાઇગરના અત્યાર સુધીના કરિયરની સૌથી હિટ ફિલ્મ રહી હતી. આ ફિલ્મમાં તેની સાથે હ્રતિક રોશન હતા. આ ફિલ્મો બોક્સ ઓફિસ પર ખૂબ જ ધમાકેદાર કમાણી કરી હતી.

Image Source

તમને જણાવી દઇએ કે, ટાઇગર શ્રોફ ફિલ્મો ઉપરાંત તેમની પર્સનલ લાઇફને લઇને પણ ઘણીવાર ચર્ચામાં રહે છે. તેમનું નામ બોલિવુડ અભિનેત્રી દિશઆ પટની સાથે ઘણીવાર જોડવામાં આવે છે. તેઓ ઘણીવાર એકસાથે બહાર સ્પોટ પણ થતા હોય છે. જો કે, હજી સુધી તેમણે તેમના સંબંધને લઇને કોઇ વાત કરી નથી.

Shah Jina