ટાઇગર શ્રોફના ચાહકોને ઝટકો: UK માં અભિનેતાને આંખમાં થઇ ઇજા, શેર કરી તસવીર

અભિનેતા ટાઈગર શ્રોફ તેની ફિલ્મો સાથે તેના જોરદાર ડાન્સ મૂવ્સ અને ફિટનેસ માટે પણ જાણીતા છે. ટાઇગર અવારનવાર જીમ, ડાન્સ અને શૂટિંગની તસવીરો તેના ચાહકો સાથે શેર કરતા હોય છે. ટાઈગર શ્રોફ હાલમાં યુકેમાં છે અને તેની આગામી ફિલ્મ ‘ગણપત’નું શૂટિંગ કરી રહ્યા છે. ‘ગણપત’ના શૂટિંગ દરમ્યાન ટાઈગરને આંખમાં ઈજા થઈ હતી. તેણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાંથી એક તસવીર શેર કરીને આ માહિતી આપી હતી. ટાઈગરે તેની સેલ્ફી પોસ્ટ કરી છે જેમાં જોઈ શકાય છે કે ટાઈગરની આંખ સૂજી ગઈ છે.

ટાઇગર શ્રોફે ફિલ્મના સેટ પર તેની સેલ્ફી ક્લિક કરી છે જેમાં તે ગ્રીન ટી-શર્ટ અને જેકેટ પહેરેલો જોવા મળે છે. તસવીર શેર કરતા અભિનેતાએ લખ્યું, ‘ગણપત ફાઈનલ કાઉન્ટડાઉન’. આ તસવીરમાં જોઈ શકાય છે કે તેની આંખમાં સોજો આવી ગયો છે. વિકાસ બહલ દ્વારા નિર્દેશિત આ એક્શન-થ્રિલર ફિલ્મમાં ટાઈગર શ્રોફ ઉપરાંત કૃતિ સેનન અને એલી અવરામ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ‘હીરોપંતી’ પછી ફરી એકવાર ટાઈગર-કૃતિની જોડી ‘ગણપત’માં જોવા મળશે. કૃતિ ‘ગણપત’માં જસ્સીના રોલમાં જોવા મળશે.

ટાઇગર શ્રોફ તેના શૂટિંગને લગતા અપડેટ્સ શેર કરતા રહે છે. આ પહેલા ટાઈગરે એક વીડિયો શેર કરતા કહ્યું હતું કે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, ‘ભગવાન અને જનતા’ અપન (અમે) બંનેના આશીર્વાદથી આજે શૂટિંગ શરૂ કરી રહ્યા છીએ. ગણપતનું યુકે શેડ્યુલ. આ સિવાય તાજેતરમાં ટાઇગરે શૂટિંગ દરમ્યાન પોતાની તસવીરો શેર કરી હતી જેમાં તે તેના એબ્સ બતાવતો જોવા મળ્યો હતો.

‘ગણપતઃ ભાગ 1’ 23 ડિસેમ્બર 2022ના રોજ નાતાલના અવસર પર રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન વિકાસ બહલ કરી રહ્યા છે. ટાઈગર શ્રોફના પિતાના રોલ માટે અમિતાભ બચ્ચનને કાસ્ટ કરવા માંગતા હતા. ફિલ્મમાં ટાઈગર બોક્સરની ભૂમિકા ભજવી રહ્યા છે. તેના પિતાનું પાત્ર પણ બોક્સર તરીકે દર્શાવવામાં આવશે. આ ફિલ્મ માટે હજુ સુધી અમિતાભ બચ્ચનને કાસ્ટ કરવામાં આવ્યા નથી.

જણાવી દઈએ કે ફિલ્મોમાં જોરદાર એક્શન રોલના આધારે પોતાની ઓળખ બનાવનાર ટાઈગર શ્રોફ માર્શલ આર્ટ ટ્રેંડ છે. વર્ષ 2014માં ટાઇગરને પાંચમી ડિગ્રીનો બ્લેક બેલ્ટથી સન્માનિત કરવામાં આવ્યો હતો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ‘ગણપથ’ સિવાય ટાઇગર પાસે ‘હીરોપંતી 2’ પણ છે જેમાં તે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ની કો-સ્ટાર તારા સુતારિયા સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે.

Patel Meet