જંગલ છોડીને વાઘ આવી ગયો ગામમાં, દીવાલ પર જ 8થી 10 કલાક આંટા મારતો રહ્યો, સેંકડો લોકોના ટોળા જોવા માટે આવી ગયા અને પછી… જુઓ વીડિયો
Tiger In Pilibhit Sitting On Wall : જંગલના પ્રાણીઓને જોવાનું દરેકને પસંદ હોય છે, પરંતુ આ પ્રાણીઓ પાંજરામાં હોય ત્યાં સુધી જ જોવા સારા લાગે છે, પરંતુ જ્યારે આ પ્રાણીઓ ખુલ્લામાં જોવા મળે ત્યારે લોકો ડરીને તેનાથી દૂર જ ભાગવાનું પસંદ કરતા હોય છે. આવા ઘણા વીડિયો તમને સોશિયલ મીડિયામાં વાયરલ જોવા મળતા હશે જેમાં પ્રાણીઓ ખુલ્લામાં ફરતા જોવા મળે. પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેને જોઈને તો લોકોના રૂંવાડા પણ ઉભા થઇ જાય.
પીલીભીતની ઘટના :
યુપીના પીલીભીતમાં મોડી રાત્રે એક વાઘ જંગલમાંથી બહાર આવ્યો અને રહેણાંક વિસ્તારમાં ઘુસી ગયો. જ્યારે લોકોએ તેની સામે જોયું તો તેઓ ચોંકી ગયા. વાઘનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે દિવાલ પર આરામ કરતો જોવા મળે છે. આસપાસ ગામલોકોનું ટોળું એકઠું થયું. જો કે, દિવાલની ફરતે ફેન્સીંગ કરી દેવામાં આવી હતી. જેથી વાઘ કોઈના પર હુમલો ન કરે. મળતી માહિતી મુજબ, આ ઘટના પીલીભીતના કાલીનગર તહસીલ વિસ્તારના અટકોનામાં બની હતી.
8-10 કલાકથી દીવાલ પર હતો વાઘ :
ગતરોજ રાત્રે લગભગ 1.30-2 વાગ્યાની આસપાસ અહીં એક વાઘ જોવા મળ્યો હતો, ત્યારબાદ લોકો સતર્ક થઈ ગયા હતા. વન વિભાગની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. દોરડા, વાયર વગેરેનો ઉપયોગ કરીને વાઘ ધરાવતો વિસ્તાર ઝડપથી સીલ કરવામાં આવ્યો હતો. બાદમાં ગ્રામજનોએ જોયું કે વાઘ એક ઘરની નજીક દિવાલ પર પડાવ નાખી રહ્યો હતો. તે લગભગ 8 થી 10 કલાકથી દિવાલ પર આ રીતે ચાલી રહ્યો છે. ક્યારેક તે દીવાલ પર સૂઈ જતો તો ક્યારેક તે ફરતો રહેતો. સવાર સુધીમાં સેંકડો લોકો તેને જોવા માટે સ્થળ પર પહોંચી ગયા હતા.
રેસ્ક્યુ ટીમે પકડી લીધો :
જ્યારે આ વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો તો લોકો અચંબામાં પડી ગયા. જોકે રેસ્ક્યુ ટીમે પોતાનું કામ શરૂ કરી દીધું હતું. કેટલીક ક્લિપ્સ IFS અધિકારી દ્વારા પણ શેર કરવામાં આવી હતી અને તેણે તેને વાઘ કરતાં વધુ લોકોની ભીડને નિયંત્રિત કરવાનું પડકારજનક ગણાવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે વન વિભાગની ટીમ વાઘને બચાવવામાં વ્યસ્ત હતી. લગભગ 12 કલાક પછી તેને શાંત કરવામાં આવ્યો અને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો. પરંતુ વાઘની આસપાસ આવા લોકોનું એકત્ર થવું જોખમી સાબિત થઈ શકે છે.
View this post on Instagram