આરામથી ઝાડ નીચે સુઈ રહ્યો હતો વાઘ, ત્યાંથી પસાર થતા શ્વાને કરી સળી, પછી વિફરેલા વાઘે 8 સેકેન્ડમાં જ ખેલ ખતમ કરી નાખ્યો, જુઓ વીડિયો

જંગલી પ્રાણીઓ દેખાવમાં જેટલા શાંત હોય છે તેનાથી વધારે તે ખતરનાક હોય છે. પ્રાણીઓ શાંતિથી સુઈ ગયા હોય તો તેને છંછેડવાની ભૂલ પણ ક્યારેય ના કરવી, ક્યારેક આવું કરવું જીવન જોખમ સમાન બની જતું હોય છે, સોશિયલ મીડિયામાં પ્રાણીઓ દ્વારા શિકાર કરવાના ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા તમે જોયા હશે, ત્યારે એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વાઘને શ્વાને છંછેડતાં જ જાનથી હાથ ધોવાનો વારો આવ્યો.

મોટા મોટા પ્રાણીઓ પણ વાઘની સામે ઘૂંટણિયે ટેકવી દે છે. પરંતુ રણથંભોરથી એવો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લોકો ચોંકી ગયા છે. અહીંયા એક વાઘ ઝાડ નીચે શાંતિથી  આરામ કરી રહ્યો હતો. ત્યારે તેની નજીકથી એક શ્વાન એ રીતે બહાર આવે છે કે જાણે તેની આંખો સામે ભયાનક વાઘ નહીં, પરંતુ શાકાહારી બકરી હોય. આટલું જ નહીં, જ્યારે વાઘ ઊંઘમાંથી જાગે છે, તો ભાગવાને બદલે, શ્વાન તેના પર ભસતો જોવા મળે છે.

વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે શ્વાન તેની સામે ભસવા ઉપરાંત તેની ઉપર હુમલો પણ કરવા માટે જાય છે, પરંતુ પછી વીફરેલો અને ગુસ્સે ભરાયેલો વાઘ શ્વાનને થોડો તેની સામે ટકવા દેવાનો હતો. તે માત્ર 8થી 10 સેકેન્ડમાં જ શ્વાનનું કામ તમામ કરી દે છે. આ ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ અને હવે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો @irsankurrapria દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. તેમણે લખ્યું “સૂતા વાઘને હળવાશથી ન લો.”તેમણે આગળ લખ્યું “આ વીડિયો રણથંભોરના T120 ટાઈગરનો છે, જે કિલિંગ મશીન તરીકે પણ કુખ્યાત છે. તેણે ચિત્તા, રીંછ અને હાઈનાને પણ પોતાનો શિકાર બનાવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ ક્લિપ રાજસ્થાનના ‘રણથંભોર ટાઈગર રિઝર્વ’ (RTR)માં લખન રાણા દ્વારા ફિલ્માવવામાં આવી છે.

Niraj Patel