જંગલ સફારી દરમિયાન ગાડીના બોનેટ પર બેસેલા વ્યક્તિની અચાનક સામે આવી ગયો સિંહ અને પછી જે થયુ…જુઓ વીડિયો

જંગલ સફારી દરમિયાન ગાડીના બોનટ પર બેઠો હતો વ્યક્તિ, સિંહ એટલો નજીક આવી ગયો કે વીડિયો જોઇ લોકોની ધડકનો વધી ગઇ

જંગલ સફારી દરમિયાન પ્રવાસીઓ અને પ્રાણીઓ વચ્ચેના મુઠભેડના વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થાય છે. કેટલીકવાર વીડિયો એટલા ખતરનાક હોય છે કે તેને જોયા પછી કોઈપણ જંગલ સફારી પર જતા પહેલા બે વાર વિચારે. આવો જ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જેણે લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા છે.

વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે જ્યારે એક વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર પ્રાણીઓની તસવીરો લેવા જંગલમાં પહોંચ્યો ત્યારે સિંહે તેને એવું સરપ્રાઈઝ આપ્યુ કે જોઈને લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયા. વાસ્તવમાં જંગલ સફારી દરમિયાન અચાનક એક સિંહ આવીને ઉભો રહી ગયો ત્યારે ફોટોગ્રાફરના હોંશ ઉડી ગયા. આટલું જ નહીં, સિંહ ફોટોગ્રાફરને જોતો જ રહ્યો અને તેની ખૂબ નજીક આવ્યો. સારી વાત એ રહી કે ફોટોગ્રાફર જાણતો હતો કે આ પ્રાણીઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો.

એટલા માટે તે વ્યક્તિ આંખ ઝપકાર્યા વિના પોતાની સીટ પર એ જ સ્થિતિમાં બેઠો રહ્યો. આ વીડિયોને અત્યાર સુધીમાં 9 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ પોસ્ટ પર ઘણા યુઝર્સે કોમેન્ટ કરી છે. લોકોને આ વીડિયો ઘણો જ રસપ્રદ લાગી રહ્યો છે. એક યુઝરે લખ્યું- આ સ્થિતિમાં તો મને પહેલાથી જ હાર્ટ એટેક આવી જાય. અન્ય એક યુઝરે લખ્યું- હું ભાગ્યે જ આ રીતે શાંત રહી શકુ. જ્યારે બીજા એક યુઝરે લખ્યું- હું પહેલા મારા ખરાબ કાર્યો માટે માફી માંગીશ અને બીજી જીંદગી માંગીશ.

Shah Jina