રાતના સમયે સુમસામ સોડ ઉપર અચાનક આવી ચઢ્યા વાઘ, જુઓ પછી શું થયું વીડિયોની અંદર

રાતના સમયે રસ્તા ઉપર ફરવા માટે નીકળ્યા વાઘ, વીડિયોને જોઈને તમે પણ હેરાન રહી જશો

મોટાભાગે લોકોને પ્રાણી સંગ્રહાલયની અંદર વાઘને પાંજરામાં પૂરેલો જોવો ગમે છે, પરંતુ રસ્તા વચ્ચે અચાનક વાઘ સામે આવી જાય તો ? કલ્પના કરવા માત્રથી જ પરસેવો છૂટી જાય. ગુજરાતમાં આપણે ગીર વિસ્તારમાં સિંહોને ખુલ્લેઆમ ફરતા જોયા હશે, તેમના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે, પરંતુ હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં વાઘ અંધારી રાત્રે સુમસામ રસ્તાઓ ઉપર ફરી રહેલા જોવા મળે છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે બે વાઘ ખુબ જ આરામથી અંધારામાં રસ્તાની વચ્ચે આવી જાય છે. રોડ ઉપર વાહનની અવર જવર પણ છે, તે છતાં પણ લોકો રસ્તા ઉપર જ પોતાના વાહન રોકી દે છે. રોડ ઉપર ટ્રાફિક જામ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ બન્ને વાઘ ખુબ જ ડરામણા અને ખુંખાર લાગી રહ્યા છે.

વાઘ રોડ ઉપર આવ્યાના થોડા મસિ બાદ તે જંગલમાં પાછા ફરી જાય છે. તો  આ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે આ નજારો પંચગીની મહાબળેશ્વર રોડ ઉપરનો છે. સાથે જ તેમાં તારીખ પણ જણાવવામાં આવી છે જે મુજબ આ ઘટના 19 ઓગસ્ટના રોજની જ છે. આ વીડિયોને બિઝનેસમેન આનંદ મહિન્દ્રા દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


સોશિયલ મીડિયામાં આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે, અને વીડિયો જોઈને અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે. રસ્તાઓ ઉપર આવો નજારો ભાગ્યે જ જોવા મળતો હોય છે ત્યારે રસ્તા ઉપર ફરતા આ ખુંખાર વાઘને જોઈને લોકોના મનમાં ડર પણ પેદા થયો છે.

Niraj Patel