આવા લગ્ન ચોક્કસથી તમે કયારેય નહિ જોયા હોય ! એક જ મંડપમાં ત્રણ પ્રેમિકાઓ સાથે 15 વર્ષ સુધી લિવ ઇનમાં રહ્યા બાદ કર્યા લગ્ન, હાજર રહ્યા 6 બાળકો

એક મંડપ…એક દુલ્હો…ત્રણ દુલ્હન…3 પ્રેમિકાઓ સાથે એકસાથે કર્યા લગ્ન, કેટલા બાળકો થયા છે તે જાણીને ધ્રાસ્કો લાગશે

દેશમાં લગ્નની સિઝન ચાલી રહી છે. તમે પણ ઘણા લગ્નોમાં હાજરી આપી હશે… પરંતુ શું તમે ક્યારેય જોયું છે કે કોઈ પુરુષે એક સાથે ત્રણ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હોય ? આ સાંભળીને તમને એવું લાગતુ હશે કે આવું કયાંક ભારતની બહાર વિદેશમાં થયુ હશે. પરંતુ એવું નથી. આવુ ભારતના મધ્યપ્રદેશના આદિવાસી બહુલ વિસ્તાર અલીરાજપુરમાં થયુ છે. જેમાં વરરાજાએ તેની ત્રણ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા. ખાસ વાત એ છે કે લગ્ન પહેલા આ વ્યક્તિ ત્રણેય મહિલાઓ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હતો. આ દરમિયાન તેમને 6 બાળકો પણ થયા.

આ પછી તેણે ત્રણેય મહિલાઓ જોડે એકસાથે લગ્ન કર્યા. આ લગ્નમાં તેમના બાળકો પણ હાજર હતા. વરરાજાએ લગભગ 15 વર્ષ રિલેશનશિપમાં રહ્યા બાદ લગ્ન કર્યા હતા. સમરથ મૌર્ય આદિવાસી ભીલાલા સમુદાયના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આદિવાસી સમુદાયમાં એક પરંપરા છે, જેમાં એક વ્યક્તિ એકથી વધુ મહિલાઓ સાથે સંબંધમાં રહી શકે છે. આ દરમિયાન તેમને બાળકો પણ થાય છે, બાદમાં તેઓ લગ્નનો નિર્ણય લઈ શકે છે. જો કે લગ્ન પહેલા તે કોઈપણ શુભ કાર્યમાં ભાગ લઈ શકે નહીં.આ રિવાજને જોતા સમરથ મૌર્યએ આ પગલું ભર્યું હતું.

તેણે કહ્યું કે 15 વર્ષના રિલેશન બાદ હવે તે લગ્ન કરી રહ્યો છે. પહેલા તે ઘણી ગરીબીમાં હતો, જેના કારણે તે લગ્ન કરી શક્યો ન હતો. હવે પરિસ્થિતિ સારી થતાં લગ્નનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સમરથ હવે સક્ષમ છે. 30 એપ્રિલ અને 1 મેના રોજ તેણે આદિવાસી રીત-રિવાજો અનુસાર લગ્ન કર્યા. સમરથ મૌર્યને તેની પ્રથમ પત્ની નાન બાઈથી 4 બાળકો છે. જેમાં 3 છોકરીઓ અને 1 છોકરો છે. બીજી પત્ની મેલા બાઈથી 1 છોકરો છે. ત્યાં ત્રીજી પત્ની સાકરી બાઈથી 1 છોકરો છે.

ત્યારે હાલમાં જ ગુજરાતના વલસાડના કપરાડાના નાનાપોંઢા ગામેથી પણ આવો જ એક અનોખા લગ્નનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એવું કહેવામાં આવી રહ્યુ હતુ કે એક યુવક બે યુવતિઓ સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે. આ લગ્નની કંકોત્રીની તસવીર પણ વાયરલ થઇ હતી. કંકોત્રીમાં વરનું નામ પ્રકાશ અને કન્યાનું નામ નયના અને કુસુમ લખવામાં આવ્યુ હતુ. પરંતુ આ મામલાની હકિકત કંઇક અલગ જ નીકળી હતી. દુલ્હા પ્રકાશ ગાવિતે વાતચીતમાં કહ્યુ કે, તેઓ એક જ કન્યા સાથે લગ્ન કરવાના છે.

તેમની એક પત્ની છે જે તેમની સાથે રહે છે અને તેનું નામ કંકોત્રીમાં એટલે લખવામાં આવ્યુ છે કારણ કે તેને ખોટુ ન લાગે. તેમણે કહ્યુ કે, રાજીખુશીથી અને તમામની સહમતીથી તેમજ પત્નીની સંમતિથી હું બીજા લગ્ન કરવા જઇ રહ્યો છું. આ ઘટના સાંભળતા તમને નવાઇ જરૂર લાગે પરંતુ આદિવાસી સમાજ માટે આ કોઇ નવી વાત નથી. આ વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે. અહીં એવું છે કે યુવક યુવતિઓ લિવ ઇનમાં રહ્યા બાદ જ લગ્નનો નિર્ણય કરે છે અને જયારે પૈસાની સુવિધા થાય ત્યારે લગ્ન કરી સમાજને બોલાવે છે.

Shah Jina