રસ્તા પર ઊભી હતી એમ્બ્યુલેંસ, ઊભેલી એમ્બ્યુલેંસને હલતી જોઇ લોકોને થયો શક અને બોલાવી પોલિસ, પછી એવું થયુ કે..

રોકાઇ રોકાઇને હલતી એમ્બ્યુલેંસને જોઇ ડર્યા લોકો, જયારે હિંમત કરીને જોયુ તો ઉડી ગયા બધાના હોંશ

કોરોના કાળમાં દર્દીઓ માટે ઊભી થતી એમ્બ્યુલેંસની કમીથી બધા વાકેફ છે. પરંતુ જો આ એમ્બ્યુલેંસમાં કેટલાક લોકો રંગરલિયા મનાવતા પકડાઇ જાય તો તેનાથી વધારે શર્મનાક ઘટના તો બીજી કોઇ હોઇ જ ના શકે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આવો કિસ્સો વારાણસીના રામનગર પોલિસ સ્ટેશન ક્ષેત્રના સુજાબાદનો છે. અહીં સુજાબાદ ચોકી પણ છે. આ ચોકી પાસે એક એમ્બ્યુલેંસ લાંબા સમયથી ઊભી હતી. પહેલા તો એ સામાન્ય જ દેખાઇ પરંતુ ત્યાંથી પસાર થઇ રહેલા લોકોની નજર જયારે પડી તો તે એમ્બ્યુલેંસ હલતી હતી. આ જોઇ સ્થાનિક લોકો ડરવા લાગ્યા અને થોડીવાર બાદ હિંમત કરી તેઓ એમ્બ્યુલેંસ પાસે ગયા અને તે બાદ જે તેઓએ જોયુ તેને જોઇને તો તેમના હોંશ જ ઉડી ગયા.

આ ઘટનાની પોલિસને જાણ કરવામાં આવી અને સૂચના મળતા જ પોલિસ પહોંચી તે બાદ એમ્બ્યુલેંસના દરવાજા જયારે ખોલ્યા ત્યારે તેમની આંખો શરમથી નમી ગઇ. આ દરમિયાન ત્રણ યુવકો અને એક યુવતિ આપત્તિજનક સ્થિતિમાં હતા. તે બાદ પોલિસે એમ્બ્યુલેંસ જપ્ત કરી દીધી.

તેમણે જણાવ્યુ કે, એમ્બ્યુલેંસ મંડુઆડીહ ક્ષેત્રના ગંગા સદન નામની એક પ્રાઇવેટ હોસ્પિટલની છે. જેને હોસ્પિટલવાળાએ એક યુવકને ભાડા પર ચલાવવા માટે આપી હતી. આ ઉપરાંત આ હોસ્પિટલની પહેલા કેટલીક વધુ ફરિયાદો અને અનિયમિતતાઓ મળી ચૂકી છે જેની તપાસ ચાલી રહી છે.

Shah Jina