10 પૈસાના આ શેરે રોકાણકારોને કર્યા માલામાલ, પહોંચ્યો 240 રૂપિયા પાર- છેલ્લા એક વર્ષમાં 60 ટકાની તેજી

પૈસા લગાની ધૈર્ય રાખવાવાળા લોન્ગ ટર્મ રોકાણકારોને કેપ્રી ગ્લોબલ કેપિટલના શેરોએ માલામાલ કરી દીધા છે. કેપ્રી ગ્લોબલ કેપિટલના શેર છેલ્લા કેટલાક વર્ષમાં 10 પૈસાથી વધી હવે 240 રૂપિયા પાર પહોંચી ગયા છે. કંપનીના શેરોમાં આ અવધિમાં 244000 ટકાથી પણ વધારે ઉછાળો આવ્યો છે. Capri Global Capitalના શેરો સોમવારે એટલે કે 15 એપ્રિલ 2024 ના રોજ 12 ટકાથી વધુની તેજી સાથે 244.95 પર બંધ થયા હતા.

આ શેર 31 ઓક્ટોબર 2006 ના રોજ 10 પૈસા પર હતા. કંપનીના આ શેર 15 એપ્રિલ 2024ના રોજ 244.95 રૂપિયા પર પહોંચ્યા. કેપ્રી ગ્લોબલ કેપિટલના શેરમાં છેલ્લા 10 વર્ષમાં 4227 ટકાની તેજી જોવા મળી છે. આ શેર 17 એપ્રિલ 2014 ના રોજ 5.66 રૂપિયા પર હતા. જણાવી દઇએ કે, કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ એક નોન-બેંકિંગ ફાઇનેંસ કંપની છે. આ શેરમાં છેલ્લા 5 વર્ષમાં 511 ટકાનો ઉછાળો આવ્યો છે.

કંપનીના શેર 26 એપ્રિલ 2019 ના રોજ 40.12 રૂપિયા પર હતા જે 15 એપ્રિલ 2024 ના રોજ 244.95 રૂપિયા પર પહોંચ્યા. છેલ્લા 4 વર્ષમાં શેરમાં 660 ટકાની તેજી આવી છે. છેલ્લા એક વર્ષમાં 60 ટકાની તેજી જોવા મળી છે. આ અવધિમાં કંપનીના શેર 153.84 રૂપિયાથી વધી 240 રૂપિયા પર પહોંચ્યા છે. કંપનીના શેરનો 52 વીક હાઇ 289.40 જ્યારે 52 વીક લો 147 રૂપિયા છે.

Shah Jina