મહાભારત : જે લોકોના સ્વભાવમાં હોય છે આ 6 દોષ, તે હંમેશા દુુખી રહે છે

વિદ્વાનોએ મહાભારતને પાંચમો વેદ કહ્યો છે. આ પુસ્તકમાં જીવન વ્યવસ્થાપનના ઘણા સૂત્રો પણ જણાવવામાં આવ્યા છે. આજના સમયમાં પણ આ સૂત્રો આપણને માર્ગદર્શન આપે છે. મહાભારતમાં મનુષ્યના સ્વભાવ સાથે જોડાયેલી એવી 6 ખામીઓ જણાવવામાં આવી છે, જેના કારણે વ્યક્તિ હંમેશા દુઃખી રહે છે. તો ચાલો જાણી લઇએ તે 6 ખામીઓ એટલે કે દોષ વિશે…

ईर्ष्या घृणो न संतुष्ट: क्रोधनो नित्यशङ्कित:।
परभाग्योपजीवी च षडेते नित्यदु:खिता:।।

આ શ્લોકનો અર્થ એ થાય છે કે, જે વ્યક્તિ ઈર્ષ્યા, દ્વેષ, ક્રોધ, અસંતુષ્ટ, બીજાઓ પર શંકા કરે છે અને બીજા પર નિર્ભર હોય છે તે હંમેશા દુઃખી હોય છે.

જે વ્યક્તિ ઈર્ષ્યા કરે છે, તે હંમેશા બીજાની ખુશી જોઈ બળતો રહે છે. તે ઈચ્છવા છત્તાં પણ કોઈનું સારું વિચારી શક્તો નથી અને બીજાનું સુખ જોઈને દુઃખી થતો રહે છે. જે વ્યક્તિના મનમાં નફરતની ભાવના હોય તેને અન્ય લોકો સાથે વાત કરવી કે કોઈ પ્રકારનો સંબંધ રાખવો ગમતો નથી. આવા લોકો બીજાની પ્રગતિ જોઈને દુઃખી થાય છે અને અંદરથી તેમની ઈર્ષ્યા કરે છે.

ક્રોધિત વ્યક્તિ હંમેશા કોઈને કોઈ વાતને લઈને ઉદાસ રહે છે કારણ કે આવા લોકોને તેમના સારા કે ખરાબની ખબર હોતી નથી. તેમના ગુસ્સા વાળા સ્વભાવને લીધે, તેઓ કંઈક ખોટું કરી બેસે છે અને પાછળથી પસ્તાવો થાય ત્યારે દુઃખી થઇ જાય છે. કેટલાક લોકો ભલે ગમે તેટલા આનંદથી જીવતા હોય પરંતુ અસંતોષની લાગણી તેમના મનમાં રહે છે. આવા લોકો કોઈ પણ વસ્તુથી ખુશ નથી હોતા, પરંતુ તેઓ બીજાની ખુશી જોઇને દુખી હોય છે. આ લાગણી જ તેમના દુ:ખનું કારણ બને છે.

કેટલાક લોકોનો સ્વભાવ શંકાસ્પદ હોય છે. તેઓ કોઈ પણ કારણ વગર કોઈની પર શંકા કરવા લાગે છે. તેઓ એવું વિચારે છે કે તે જે વિચારે છે તેજ સાચું છે. આવા લોકો હંમેશા તેમના શંકાસ્પદ સ્વભાવના કારણે દુઃખી થાય છે. કેટલાક લોકો અનિવાર્યપણે અન્ય લોકો પર નિર્ભર હોય છે, પરંતુ કેટલાકનો સ્વભાવ એવો હોય છે. આવા લોકો હંમેશા જાહેર ટીકાનો ભોગ બને છે. તેથી જ તેઓ નાખુશ રહે છે. કેટલાક લોકો મજબૂરીમાં બીજા લોકો પર આશ્રિત રહે છે પરંતુ કોઇકનો સ્વભાવ જ આવો હોય છે. આ માટે તેઓ દુખી રહે છે.

Shah Jina