રાત્રે અંધારામાં કારમાં આવ્યા ચોર, ગાડી પાર્ક કરી કાપ્યું શટર અને લૂંટી દુકાન.. જુઓ હેરાન કરી દેનારો વીડિયો

દિલ્હીમાં કાર લઇને ચોરી કરવા આવેલા ચોરોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ચોર એક દુકાનના શટરનું તાળું તોડી અંદર ઘૂસતા અને ચોરીનો સામાન કારમાં લોડ કરતા સ્પષ્ટ દેખાય છે. ચોરોએ શનિવારે વહેલી સવારે આ ગુનાને અંજામ આપ્યો હતો. જો કે આ સમગ્ર ઘટના દુકાન પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને પછી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો.

આ વીડિયો શાહદરા વિસ્તારના રોહતાસ નગર સ્થિત એક દુકાનનો હોવાનું કહેવાય છે. આ મામલામાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પાસેથી વીડિયો સંબંધિત માહિતી માંગવામાં આવી હતી પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી, જે આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી. લગભગ 11 મિનિટના આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ડ્રાઈવર સહિત કુલ પાંચ ચોર કારમાં દુકાનની નજીક આવે છે.

દુકાનની સામે કાર પાર્ક કર્યા પછી એક નીચે ઉતરે છે અને આસપાસ જુએ છે. પછી ધીમે ધીમે અન્ય આરોપીઓ કારમાંથી બહાર આવવા લાગે છે. શરૂઆતમાં ત્રણ ચોર દુકાનના શટરનું તાળું તોડવાનો પ્રયાસ કરે છે અને જ્યારે તેઓ આમ કરી શકતા નથી, ત્યારે કાર ચાલક સાથે કારમાં બેઠેલો બીજો ચોર નીચે ઉતરે છે. પછી પાંચેય મળીને તેને તોડવાનો પ્રયાસ કરે છે.

થોડીવારમાં જ તેઓ તાળા તોડી દુકાનના શટર ઉંચા કરીને અંદર પ્રવેશે છે અને દુકાનની અંદર રાખેલી વસ્તુઓને કાર્ટૂનમાં મૂકીને એક પછી એક બધા બહાર આવવા લાગે છે. દુકાનમાંથી તમામ કિંમતી વસ્તુઓ લૂંટી તેઓ કારમાં બેસી સ્થળ પરથી ભાગી જાય છે.

Shah Jina