મંદિરના CCTVમાં કેદ થયો અનોખો ચોર, પહેલા માતાજીને બે હાથ જોડીને કરી પ્રાર્થના, પછી દાનપેટીઓ ચોરીને થયું રફુચક્કર, જુઓ વીડિયો

દેશભરમાં ચોરીના મામલાઓ સતત વધી રહ્યા છે, ચોર પણ એટલા શાતીર બની ગયા છે કે તમારી નજર સહેજ ચુકી અને તે તમારું ખિસ્સું ક્યારે કાપી નાખે તે ખબર નહીં પડે. તો ઘણા ચોર ઘર અને દુકાનોમાં પણ ચોરી કરવા માટે એવા એવા હથકંડા અપનાવતા હોય છે જે જોઈને કોઈપણ હેરાન રહી જાય. ઘણા ચોર તો હવે દેવી દેવતાઓના મંદિરને પણ નથી છોડતા અને ત્યાં પણ ચોરી કરતા હોય છે. આવી ઘણી ઘટનાઓ સીસીટીવીમાં કેદ થઇ જતી હોય છે અને તેના વીડિયો પણ વાયરલ થતા હોય છે.

હાલ એવી જ એક ચોરીનો વીડિયો વાયરલ થયો છે, જે એક મંદિરમાં થઇ હતી, પરંતુ ચોરી કરવા માટે આવેલા ચોરે જે કર્યું તે જોઈને તમે પણ હેરાન રહી જશો. જબલપુર સ્થિત એક મંદિરમાં ચોરીની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક ચોર મંદિરની અંદર ચોરી કરતો જોવા મળી રહ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે ચોરી કરતા પહેલા તે મંદિરમાં હાથ જોડીને પૂજા પણ કરે છે. આ પછી તેણે મંદિરમાં ચોરીની આ ઘટનાને અંજામ આપ્યો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના મડોતલ પોલીસ સ્ટેશનના સુખા ગામની છે. અહીં 5 ઓગસ્ટની રાત્રે લક્ષ્મી માતાના મંદિરમાં ચોરી થઈ હતી. મંદિરના પૂજારીએ પોલીસને જણાવ્યું કે, ચોરે પહેલા મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડ્યું, પછી ત્યાં રાખેલી ત્રણ દાનપેટી સહિત બે મોટા ઘંટ અને પૂજાના વાસણો લઈ ગયા.

હવે આ ચોરીની ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોની શરૂઆતમાં જોવા મળે છે કે મંદિરમાં પ્રવેશ્યા બાદ આ ચોર માતા લક્ષ્મી સામે હાથ જોડીને ઉભો છે. થોડીવાર હાથ જોડીને ઊભા રહ્યા પછી આ ચોર મંદિરમાં રાખેલી કિંમતી વસ્તુઓ અને દાન પેટીઓ પર હાથ સાફ કરે છે. તે પહેલા મૂર્તિની નીચે રાખેલી દાનપેટી ઉપાડે છે. આ ચોરે પોતાનો ચહેરો કપડાથી ઢાંકી દીધો હતો.

એક દાન પેટી ઉપાડ્યા પછી આ ચોર મંદિરની અંદર રાખેલી બીજી પેટી ઉપાડી લે છે. આ પછી તે મંદિરની અંદરથી બીજું બોક્સ લાવે છે. ધીરે ધીરે તે આ બધી વસ્તુઓને મંદિરની અંદરથી બહાર કાઢે છે અને પછી ચોરીની વસ્તુઓ લઈને ભાગી જાય છે. ઘણા લોકો આ વાયરલ વીડિયોને જોઈને પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

Niraj Patel