SP સાહેબે પૂછ્યું, “ચોરીના પૈસાનું શું કર્યું ?” પછી ચોરે આપ્યો એવો જવાબ કે… જુઓ વીડિયો

ચોરને પોલીસ પકડીને લઇ આવી પછી પૂછ્યો સવાલ, “ચોરી કરીને કેવું લાગ્યું ?” તો બોલ્યો સારું લાગ્યું પરંતુ… જુઓ વીડિયો

આજના સમયમાં લોકો પૈસા કમાવવા માટે શોર્ટકટ અપનાવતા હોય છે અને આવા શોર્ટકટમાં ચોરી કરવાની રીત સૌથી મુખ્ય આવે છે. ઘણા લોકો ચોરી કરતા હોય છે અને ઘણીવાર પકડાઈ પણ જતા હોય છે, ત્યારે આવા ચોરને જયારે પોલીસ ચોરી કરવાનું કારણ પૂછે છે ત્યારે તે બહાના પણ બનાવતા હોય છે, હાલ એવા જ એક ચોરના વીડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે.

આ મામલો છત્તીસગઢના દુર્ગ જિલ્લાનો છે. જ્યાં પોલીસે થોડા દિવસ પહેલા વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડીને રાત્રીના સમયે ચોર ટોળકીની ધરપકડ કરી હતી. જ્યારે પોલીસ ચોરની પૂછપરછ કરી રહી હતી ત્યારે ચોરે એસપીને એવા જવાબો આપ્યા કે ભાઈ ઓફિસર સહિત ત્યાં હાજર પોલીસકર્મીઓ હસવાનું રોકી શક્યા નહીં. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે.

પૂછપરછ દરમિયાન પોલીસ અધિક્ષક પલ્લવે ચોરને પૂછ્યું, “ચોરી કર્યા પછી તને કેવું લાગ્યું?” ચોરે જવાબ આપ્યો, “સાહેબ! ચોરી કરીને સારું લાગ્યું પણ પાછળથી પસ્તાવો થયો.” પછી પોલીસવાળાએ પૂછ્યું, “કેમ પાછળથી પછતાવો થયો ?” ચોર જવાબ આપે છે, “મેં ખોટું કામ કર્યું છે.” એસપીએ ફરી પૂછ્યું, “ચોરીનો માલ કેટલો મળ્યો?” ચોરે કહ્યું કે તેણે 10 હજાર રૂપિયાની ચોરી કરી છે.

જ્યારે પોલીસવાળાએ પૂછ્યું કે તે પૈસાનું શું કર્યું, તો ચોરે કહ્યું, “એ ગરીબોમાં વહેંચી દીધા.” એસપીએ પૂછ્યું ક્યાં તો ચોરે જવાબ આપ્યો, કે રસ્તે ગાય, કુતરા બધાને ઠંડીની સીઝન હતી તો તેમને ધાબળા વહેંચી દીધા” ચોરનો આ જવાબ સાંભળીને પોલીસકર્મીઓ પણ બરાબર હસવા લાગે છે. ત્યારે વીડિયો વાયરલ થતા જ લોકો પણ આ ચોરનો જવાબ સાંભળીને પેટ પકડી હસવા લાગ્યા છે.

Niraj Patel