જો તમે પણ તમારા પર્સમાં આ વસ્તુઓ રાખી છે તો જલ્દીથી કરો દૂર, નહિ તો…

પર્સ પૈસાને સંભાળવાનું કામ કરે છે. એવામાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જેના પર્સમાં હોવાથી તમારે આર્થિક તંગી ઝેલવી પડી શકે છે. જયોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ એવી છે જે તમારે પર્સમાં ના રાખવી જોઇએ. નહિ તો તમારે ધન સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ભગવાનનો ફોટો : ઘણીવાર એવું જોવા મળે છે કે આપણે આપણા પર્સમાં ભગવાનની તસવીર રાખીએ છીએ, પરંતુ વાસ્તુના નિયમો અનુસાર આવી તસવીર પર્સમાં ન રાખવી જોઈએ. તમે તમારા પર્સમાં કોઈપણ ભગવાનનું યંત્ર રાખી શકો છો. તેનાથી તમારા પર્સમાં પૈસા વહેતા રહેશે.

જૂના કાગળો : વાસ્તુ અનુસાર પર્સમાં જૂના કાગળો રાખવાથી પૈસા રહેતા નથી. મા લક્ષ્મીને સ્વચ્છતા પસંદ છે અને તે માટે જ પર્સમાં કોઈ નકામા કાગળ ન રાખવા જોઇએ.

ફાટેલી નોટો : વાસ્તુ અનુસાર પર્સમાં રાખવામાં આવેલી નોટોને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી ફાટેલી નોટો તમારા પર્સમાં ન રાખવી જોઈએ. આ નોટો તમારા માટે કોઈ કામની નથી હોતી અને તેના કારણે જ તમારે તેને પર્સમાંથી દૂર કરવી જોઇએ. તે તમારા પર્સમાં નકારાત્મકતા ઉમેરે છે.

મૃતકનો ફોટો : આપણા પર્સમાં મા લક્ષ્મીનો વાસ હોય તેવું માનવામાં આવે છે. તેમાં મૃત વ્યક્તિનો ફોટો રાખવો અશુભ છે. જો તમે તમારા પર્સમાં મૃત વ્યક્તિનો ફોટો રાખો છો, તો તેને તરત જ કાઢી નાખો. પર્સમાં આવી વસ્તુઓ નકારાત્મકતાને આમંત્રણ આપે છે.

રસીદો : આપણે આપણા પર્સમાં અનેક પ્રકારની સ્લિપ, રસીદ વગેરે રાખીએ છીએ, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર, પર્સમાં ક્યારેય પણ લોનની સ્લિપ કે રસીદ ન રાખવી જોઈએ. પર્સમાં લોનની સ્લિપ રાખવી અશુભ માનવામાં આવે છે. તેનાથી ઉધારીમાં વધારો થાય છે.

જૂના બિલ : જૂના બિલ તમારા પર્સમાં ન રાખવા જોઈએ. સાથે જ ભૂલથી પણ પર્સમાં બ્લેડ કે ચાકુ ન રાખો. તેના કારણે પૈસાની સમસ્યા વધે છે અને જીવનમાં આર્થિક સમસ્યા રહે છે.

Shah Jina