શેર બજાર ભલે ઉતાર-ચઢાવ ભરેલો કારોબાર કેમ ન માનવામાં આવે પણ તેમાં ઘણા સ્ટોક એવા છે જે રોકાણકારોની કિસ્મત બદલવા વાળા સાબિત થયા છે. તેમાં કેટલાક લોન્ગ ટર્મમાં તો કેટલાક કે શોર્ટ ટર્મમાં રોકાણકારોને માલામાલ કર્યા છે. આવો જ એક શેર છે SG Finserve કંપનીનો, જેમાં 1 લાખ રૂપિયા રોકવાવાળા રોકાણકારો લગભગ ચાર જ વર્ષમાં કરોડપતિ બની ગયા છે. વર્ષ 1994 માં શરૂ થયેલ એસજી ફિનસર્વ લિમિટેડ (SG Finserve Ltd) બ્રોકિંગ, ડિસ્ટ્રીબ્યુટર્સ, ઇન્વેસ્ટમેન્ટ્સ સમેત ફંડ મેનેજમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ સર્વિઝ આપે છે.
આ સ્ટોકે ચાર જ વર્ષમાં 2 રૂપિયાથી 430 રૂપિયા સુધીની સફર કરી છે. 27 માર્ચ 2020ના રોજ કંપનીના એક શેરની કિંમત માત્ર 2.80 રૂપિયા હતી, જે મંગળવારે 2 એપ્રિલે 431.80 રૂપિયા સુધી પહોંચી બંધ થઇ હતી. એસજી ફિનસર્વ લિમિટેડનું માર્કેટ કેપ 2260 કરોડ છે. 2 રૂપિયાથી રૂપિયા સુધીનો સફર કરનાર સ્ટોકે રોકાણકારોને 4 વર્ષમાં લગભગ 16,000 ટકાનું જોરદાર રિટર્ન આપ્યુ છે. આ હિસાબે જોઇએ તો, SG Finserve Share માં 2.80 રૂપિયાના ભાવ પર 4 વર્ષ પહેલા 1 લાખનું જેણે રોકાણ કર્યુ હશે તેની કિંમત આજે 1.5 કરોડ આસપાસ હશે.
ખૂબ જ ઓછા સમયમાં રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપનાર SG Finserve Share નું પરફોર્મન્સ જોઇએ તો, છેલ્લા પાંચ વર્ષમાં આ શેરની કિંમતમાં 428.85 રૂપિયાની તેજી દર્જ કરાઇ છે અને રોકાણકારોને 14,537 ટકાનું રિટર્ન હાંસિલ થયુ છે. કંપનીના શેરનો 52 વીક હાઇ 748 રૂપિયા જ્યારે 52 વીક લો 384.95 રૂપિયા છે. માર્ચ 2020 માં આ શેરની કિંમત 2.80 રૂપિયા હતી, તો આગળના એક વર્ષમાં ધીમી રફતારે આગળ વધ્યા બાદ ઓગસ્ટ 2021 સુધી આ 2-5 રૂપિયા આસપાસ બની રહી.
વર્ષના અંતમાં 31 ડિસેમ્બરે આ સ્ટોકની કિંમતમાં ઉછાળો શરૂ થયો અને 30 રૂપિયા પર ટ્રેડ કરવા લાગ્યો. આ પછી SG Finserve Share એ પાછળ વળી જોયુ નથી. 13 જાન્યુઆરી 2023 ના રોજ શેરની કિંમત રોકેટની રફતારે વધી અને 560.90 રૂપિયા પર પહોંચી ગઇ. 26 મે 2023 ના રોજ 700 આ સ્ટોકે રૂપિયાનું સ્તર પાર કરી લીધુ. જો કે, બાદમાં શેરની રફતાર ધીમી પડી અને 2 એપ્રિલ 2024 ના રોજ આ શેર 431.80 રૂપિયા પર બંધ થયો.
(Disclaimer: અહીં ફક્ત શેરના પરર્ફોમન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતાં પહેલાં એડવાઇઝર સાથે ચર્ચા કરી લો. તમને કોઇપણ પ્રકારના લાભ અથવા નુકસાન માટે GujjuRocks જવાબદાર રહેશે નહી.)