ડોગ લવર છે ભારતના આ ક્રિકેટર્સ, જુઓ એકથી એક ચડિયાતી ખૂબસુરત તસવીરો

ક્રિકેટર્સની તેમના પેટ ડોગ્સ પ્રત્યેની દીવાનગી કોઇનાથી છૂપાયેલી નથી. વિરાટ કોહલીથી લઇને સચિન અને ધોની સુધી સોશિયલ મીડિયા પર તેમના પેટ ડોગ્સ સાથે રમતા તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે. આજે અમે એવા જ ભારતીય ક્રિકેટર્સ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેઓ ડોગ લવર છે અને તેમની પાસે પાલતૂ ડોગ છે. તેઓ ઘણીવાર સોશિયલ મીડિયા પર ડોગ સાથે તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે.

1.વિરાટ કોહલી : ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ડોગ સાથે તે ઘણીવાર તેમના ડોગ સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા રહે છે. વિરાટ કોહલી અને તેમની પત્ની તેમજ અભિનેત્રી અનુષ્કા શર્મા પાસે પણ એક ડોગ છે, જેનું નામ Dude છે.

2.કે.એલ.રાહુલ : ભારતીય ક્રિકેટ ટીમના સલામી બલ્લેબાજ કે.એલ.રાહુલ પણ ડોગ મામલે પાછળ નથી. રાહુલ પાસે ઘણા બ્રીડ ડોગ્સ છે. કેટલાક સમય પહેલા જયારે તેમની સર્જરી થઇ હતી ત્યરે પણ તેઓ રિકવરીના સમયે ડોગ સાથે સમય વીતાવી રહ્યા હતા. રાહુલ પણ ડોગ સાથેની તસવીર કેટલીક વાર સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. તેમની પાસે એક પેટ ડોગ છે જેનું નામ સિમ્બા છે.

3.મહેન્દ્ર સિંહ ધોની : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ભારતના સૌથી સફળ કેપ્ટનમાંના એક મહેન્દ્ર સિંહ ધોનીને તમે કયારેક તો તેમના ડોગ્સ સાથે રમતા જોયા જ હશે. તેમનો ડોગ પ્રેમ જગ જાહેર છે. તેમની પત્ની સાક્ષી ધોની સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ડોગ પ્રત્યે ધોની અલગ જ અંદાજમાં નજર આવે છે.

4.સચિન તેંદુલકર : ક્રિકેટના ભગવાન કહેવાતા પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંદુલકરને જેટલો લગાવ મેદાાન પર રમત પ્રત્યે છે તેટલો જ લગાવ તેમને તેમના પ્રેમાળ ડોગ સ્પાઇક પ્રતિ છે. જયારે સચિનને મોકો મળે છે તે સ્પાઇક સાથે રમતા તસવીર અને વીડિયો શેર કરતા રહે છે.

Shah Jina