આવું તો ગુજરાતી જ કરી શકે ! સુરતમાં થઇ એક વ્યક્તિની બાઈક ચોરી, ફેસબુકમાં લખી એવી જબરદસ્ત પોસ્ટ કે ચોર પાછી આપવા આવ્યો, જુઓ વીડિયો

વાહ પટેલ વાહ… સુરતમાંથી ચોરી થઇ ગઈ પટેલભાઈની બાઈક, તો સોશિયલ મીડિયામાં કરી એવી પોસ્ટ કે ચોરને પણ બનવું પડ્યું સજ્જન, જુઓ વીડિયો

The thief returned the bike : આજકાલ ગુજરાતમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. આજે ચોર ધોળા દિવસે પણ ચોરી કરતા જોવા મળે છે. ચોરીની ઘણી ઘટનાઓ સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ જતી હોય છે અને ઘણીવાર તો ચોર ચોરી કરવા  માટે એવા એવા નુસખા વાપરતા હોય છે કે તેને જોઈને દિમાગ પણ ચકરાવે ચઢી જાય. હાલ ચોરીની એક એવી જ ઘટના સામે આવી છે  સુરતમાંથી. જ્યાં ચોરે બાઈક તો ચોરી લીધું પરંતુ જેનું બાઈક હતું તેને એવું કર્યું કે ચોરને બાઈક પાછું આપી જવું પડ્યું.

પાર્કીંગમાંથી થઇ બાઈક ચોરી :

સુરત શહેરમાંથી બાઇકની ચોરી અને તેની રિકવરી સંબંધિત એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરેશ ભાઈ પટેલ અહી વરાછા વિસ્તારમાં બનેલ મિડલ પોઈન્ટ નામની બિલ્ડીંગમાં રહે છે. 9 ડિસેમ્બરના રોજ તેમની ઓફિસના પાર્કિંગમાંથી તેમની મોટરસાઇકલ ચોરાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં, તેમણે સમજદારીથી કામ કર્યું અને તરત જ પાર્કિંગમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, જેમાં એક વ્યક્તિ બાઇકની ચોરી કરતો જોવા મળ્યો હતો.

સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ :

જેના બાદ પરેશભાઈએ જે કર્યું એ જોઈને તો શોશિયલ મીડિયામાં યુઝર્સ પરેશભાઈના ફેન બની ગયા. તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુકમાં બાઈક ચોરીનો વીડિયો પોસ્ટ કર્યો અને તેની સાથે તેમને એક એવું કેપશન લખ્યું કે ચોરને બાઈક પાછી આપી જવી પડી. તેમને પોસ્ટમાં લખ્યું, “શ્રીમાન ચોર સજ્જનને માલૂમ થાય કે જ્યાંથી ગાડી GJ 5 FE 5906ની ચોરી કરી છે ત્યાં પાર્કિંગમાં ડાબી સાઈડના ખૂણામાં એ ગાડીની આરસી બુક અને ચાવી મુકેલ છે તો તમારા ટાઈમે આવીને લય જજો અને સુખેથી ચલાવજો મારું ટેન્શન ના લેતા મારી પાસે સાયકલની વ્યવસ્થા છે.”

2 દિવસમાં ચોરે પરત કરી બાઈક :

હવે આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને કઈ પોસ્ટ ક્યારે વાયરલ થઇ જાય એ કોઈ નથી જાણતું. ત્યારે ચોરના નજરમાં પણ આ પોસ્ટ આવી ગઈ હશે, બે દિવસ પછી, ચોરે ચુપચાપ બાઇક તે જ જગ્યાએ પાર્ક કર્યું જ્યાંથી તેણે ચોરી કરી હતી. આનો પુરાવા પણ સીસીટીવીમાં કેદ થઇ ગયો, જેમાં તે વ્યક્તિ બાઇક પાર્ક કરતો જોઈ શકાય છે. બાઇક ચોરાઈ જતાં પરેશે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે, બાઇક મળતાં તેણે ફરિયાદ પાછી ખેંચી લીધી હતી.

CCTVમાં ઘટના કેદ :

બાઈક મળી ગયા બાદ પણ પરેશભાઈએ સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં ચોર બાઈક પાછી મુકવા આવતો જોઈ શકાય છે. આ વીડિયોની સાથે પરેશભાઈએ કેપશનમાં લખ્યું.. ” શ્રીમાન ચોર ખરેખર તમે સજ્જનતા બતાવી અને ગાડી પાછી મૂકી જવા બદલ આપનો ખુબ ખુબ આભાર.” પરેશ પટેલ. હાલ આ બંને વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

Niraj Patel