“ધ કાશ્મીર ફાઇલ્સ” ફિલ્મ બતાવવા માટે પડદા પાછળ કેવી મહેનત કરવી પડી ? જુઓ આ 7 તસવીરોમાં

છેલ્લા કેટલાક દિવસથી ચારેકોર જે ફિલ્મની ચર્ચા થઇ રહી છે તે છે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’. આ ફિલ્મ 11 માર્ચે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દેશવાસીઓના આંખે વળગી ગઇ છે. કાશ્મીરી પંડિતો સાથેની બર્બરતાની કહાની જોઈને બધાનું દિલ તુટી ગયું હતું. જણાવી દઇએ કે, તેનું શૂટિંગ ઉત્તરાખંડના સુંદર મેદાનો તેમજ કાશ્મીરમાં થયું હતું. 90ના દાયકામાં જ્યાં અત્યાચાર થયો હતો, તોડફોડ કરવામાં આવી હતી.

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મની સ્ટાર કાસ્ટ એટલે કે અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પલ્લવી જોશીએ તે ભૂમિ પરના લોકોને થતી પીડા બતાવવા માટે સખત મહેનત કરી હતી. તો ચાલો તમને કેટલાક પડદા પાછળના BTS ફોટા બતાવીએ, જ્યાં ક્યારેક તણાવથી ભરેલું વાતાવરણ તો ક્યારેક હાસ્યની ક્ષણો પણ કેમેરામાં કેદ થઈ હતી.

નવભારત ટાઇમ્સના રીપોર્ટ અનુસાર, કાશ્મીરમાં ફિલ્મનું શૂટિંગ કરવું બિલકુલ સરળ નહોતું. અભિનેત્રી અને નિર્માતા પલ્લવી જોશી, જેણે ફિલ્મમાં રાધિકા મેનનનું પાત્ર ભજવ્યુ છે, તેણે તાજેતરમાં જ ખુલાસો કર્યો કે આખી ટીમ ખીણમાં શૂટિંગ કરી રહી હતી. છેલ્લો સીન શૂટ થઈ રહ્યો હતો અને તે જ સમયે તેની અને વિવેક વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો.

પલ્લવી જોશીએ એમ પણ કહ્યું હતું કે તેણે અને વિવેકે સંયુક્ત રીતે ફતવાના મુદ્દા વિશે ટીમને ન કહેવાનો નિર્ણય લીધો હતો, કારણ કે તેઓ ઇચ્છતા ન હતા કે તેની શૂટિંગ પર અસર થાય. આ પછી, ફિલ્મનું શૂટિંગ પૂરું થતાંની સાથે જ આખી ટીમ રોકાયા વિના સીધી કાશ્મીરની બહાર નીકળી ગઈ. પલ્લવીએ એમ પણ કહ્યું હતું કે તેણે ટીમથી ફતવાની વાત એટલા માટે છુપાવી હતી.

કારણ કે એકવાર કાશ્મીરથી પાછા ફર્યા પછી ફરીથી ત્યાં જવું સરળ નથી અને તે ઈચ્છતા હતા કે શૂટિંગ સમાપ્ત થાય. આ ફિલ્મમાં એવા ઘણા સીન છે, જે જોઈને તમારો આત્મા કંપી જશે. તમામ સ્ટાર્સની એક્ટિંગ એટલી શાનદાર છે કે તેમને સ્ક્રીન પર જોઈને આંખો પણ ભીની થઈ જાય છે.

તમને જણાવી દઈએ કે કાશ્મીર ફાઈલ્સનું 90 ટકા શૂટિંગ મસૂરી, દેહરાદૂન અને ચકરાતાની આસપાસ કરવામાં આવ્યું છે. જ્યાં તમને સ્ક્રીન પર સુંદરતા જોવા મળી રહી છે.
કમાણીની વાત કરીએ તો આ ફિલ્મને દર્શકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. તેણે 6 દિવસમાં 87.40 કરોડની કમાણી કરી છે. આ સાથે તેનું બલ્ક બુકિંગ પણ થઈ રહ્યું છે.

આ ફિલ્મની સામાન્ય જનતાની સાથે-સાથે બોલિવૂડના ઘણા સેલેબ્સ દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી છે. કંગના રનૌતે આવી ફિલ્મ બનાવવા માટે વિવેક અગ્નિહોત્રીનો આભાર માન્યો છે. તેણે હાલમાં જ કહ્યું હતું કે આ ફિલ્મે ઈન્ડસ્ટ્રીના પાપ ધોઈ નાખ્યા છે. કંગના રનૌત સિવાય સુનીલ શેટ્ટી પણ આ ફિલ્મના ફેન બની ગયા છે. રિતેશ દેશમુખ, યામી ગૌતમ, અક્ષય કુમાર, આર માધવન, પરેશ રાવલ, પરિણીતી ચોપરા અને ક્રિકેટર સુરેશ રૈનાએ પણ સોશિયલ મીડિયા પર ફિલ્મની પ્રશંસા કરી છે.

ઘણા રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. હરિયાણા, ગુજરાત, મધ્યપ્રદેશ અને યુપી સહિત ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓએ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. હાલમાં દરેક જગ્યાએ આ ફિલ્મ ધૂમ મચાવી રહી છે.

Shah Jina