આ રાજા પોતાની જાતને માને છે ભગવાન શ્રી રામના વંશજ, દુનિયાના છે સૌથી ધનવાન રાજા, સંપત્તિ છે એટલી કે જાણીને હોંશ ઉડી જશે

દુનિયામાં હજુ પણ કેટલાક દેશો એવા છે, જ્યાં રાજાશાહી ચાલે છે, એટલે કે ત્યાં રાજાનું શાસન ચાલે છે. થાઈલેન્ડ પણ આવો જ એક દેશ છે. અહીંના રાજાનું નામ મહા વચિરાલોંગકોન છે. વર્ષ 2016માં તે તેમના પિતા ભૂમિબોલ અદુલ્યાદેજના નિધન પછી થાઇલેન્ડના સમ્રાટ બન્યા હતા. ભૂમિબોલ અદુલ્યાદેજે લગભગ 70 વર્ષ સુધી થાઈલેન્ડ પર શાસન કર્યું અને તે વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાજા હતા.

એક રિપોર્ટ અનુસાર તેમના અંતિમ સંસ્કાર પર લગભગ 600 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમના મૃતદેહને સુવર્ણ રથ પર સ્મશાનગૃહ સુધી લઈ જવામાં આવ્યો હતો. રાજા વચિરાલોંગકોન અત્યાર સુધીમાં ચાર વખત લગ્ન કરી ચૂક્યા છે. અગાઉના ત્રણ લગ્નોમાંથી તેને સાત બાળકો છે. ચોથી વખત તેમણે વર્ષ 2019માં તેમની અંગત સુરક્ષા ટુકડીના ડેપ્યુટી ચીફ સુતિદા તિજાઈ સાથે લગ્ન કર્યા. તે પહેલા સુતિદા તિજાઈ થાઈ એરવેઝમાં ફ્લાઈટ એટેન્ડન્ટ હતી.

ચક્રી વંશના 10મા સમ્રાટ રાજા વચિરાલોન્ગકોનના પિતા ભૂમિબોલ અદુલ્યાદેજને ‘રામ નવમ’ તરીકે પણ ઓળખવામાં આવતા હતા, જ્યારે રાજા વચિરાલોંગકોનને ‘રામ દસમ’ કહેવામાં આવે છે. વાસ્તવમાં તે પોતાને ભગવાન રામના વંશજ માને છે. રોઇટર્સ ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, રાજા વાચિરાલોંગકોન વિશ્વના સૌથી ધનિક રાજા છે. તેમની પાસે બે લાખ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.

વર્ષ 2011માં જાહેર કરાયેલ ફોર્બ્સની યાદીમાં તેમની સંપત્તિ બેથી ચાર લાખ કરોડ રૂપિયાની વચ્ચે અંદાજવામાં આવી હતી. તેમની શાહી સંપત્તિમાં અબજો રૂપિયાનો શાહી મહેલ પણ સામેલ છે. રાજા વાચિરાલોંગકોનને ‘ઐયાશ અને રંગીનમિજાજી’ રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે.

થોડા મહિના પહેલા એક અહેવાલ આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તે શાહી હેરમની ઘણી મહિલાઓ સાથે જર્મનીની એક આલીશાન હોટલમાં રોકાયા છે. તેમણે હોટેલનો આખો ફ્લોર બુક કરાવ્યો હતો. વર્ષ 2018માં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં એક અહેવાલ પ્રકાશિત થયો હતો, જે મુજબ થાઈલેન્ડના વર્તમાન રાજા, મહા વચિરાલોંગકોન પાસે 2 લાખ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે, જેમાં અબજો રૂપિયાનો શાહી મહેલ, 30થી વધુ ખાનગી વિમાનો, વિવિધ પ્રકારો- મોંઘા વાહનો, હીરા અને ઝવેરાત અને તમામ પ્રકારની મિલકતોનો સંગ્રહ સામેલ છે.

બહુ ઓછા લોકો જાણે છે કે રાજા મહા વચિરાલોંગકોન એક પ્રશિક્ષિત પાઇલટ પણ છે. તે તમામ પ્રકારના હવાઇજહાજો કેવી રીતે ઉડાડવા એ જાણે છે. કહેવાય છે કે જ્યારે પણ તે વિદેશ પ્રવાસે જાય છે ત્યારે તે પોતે જ પોતાનું બોઈંગ 737 વિમાન ઉડાવે છે. આ ઉપરાંત તેણે થાઈલેન્ડ, યુકે, યુએસએ અને ઓસ્ટ્રેલિયામાં પણ લશ્કરી તાલીમ મેળવી છે અને તે એક ઉત્તમ સાઈકલ સવાર પણ છે.

Niraj Patel