સ્કૂલમાં છીનવાઇ ગયુ જીવન ! ટેક્સાસ ફાયરિંગમાં જીવ ગુમાવનારના પેરેન્ટ્સ આઘાતમાં, રડી રડીને થઇ ખરાબ હાલત, જુઓ આંખોમાં આંસુ લાવી દે તેવી તસવીરો

અમેરિકાના સપના જોનારા ચેતી જજો: અમેરિકામાં સ્કૂલના ૧૯ બાળકોને ગોળીથી મારી નાખ્યા પછી વાલીઓનું દુઃખ છલકાયું, કહ્યું કે હું ભગવાનને વારંવાર પ્રાર્થના કરું છુ કે મારો દીકરો સુરક્ષિત હોય પણ…

અમેરિકાના ટેક્સાસ રાજયમાં મંગળવારના રોજ બપોરે થયેલા ફાયરિંગમાં સ્કૂલના  કેટલાક બાળકોની મોત થઇ હતી. ટેક્સાસના યુવાલ્ડેમાં રોબ એલિમેંટ્રી સ્કૂલમાં 18 વર્ષના યુવકે અંધાધુંધ ફાયરિંગ કર્યુ હતુ. આ હુમલામાં 13 બાળકો સહિત સ્કૂલના સ્ટાફ અને પોલિસ કર્મચારી પણ ઘાયલ થયા હતા. જો કે, પોલિસે હુમલાખોરને મારી દીધો હતો. આ ઘટના બાદ અમેરિકી પેરેન્ટ્સના અંદર ડરનો માહોલ છે. કેટલાક પેરેન્ટ્સે તો બાળકોને સ્કૂલ ન મોકલવાનો નિર્ણય કર્યો છે. હુમલા બાદ પહોંચેલા એનેક પેરેન્ટ્સ બાળકોની સલામતી માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા અને એકબીજાને ગળે લગાડી રડતા હતા.

યુએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ટેક્સાસની પ્રાથમિક શાળામાં ગોળીબારમાં માર્યા ગયેલા તમામ એક જ વર્ગના હતા. ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટી લેફ્ટનન્ટ ક્રિસ્ટોફર ઓલિવરે સીએનએનને જણાવ્યું હતું કે તમામ પીડિતો ઉવાલ્ડીની રોબ એલિમેન્ટરી સ્કૂલના ચોથા ધોરણમાં હતા. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસની જવાબી કાર્યવાહીમાં 18 વર્ષીય હુમલાખોર સાલ્વાડોર રામોસ પણ માર્યો ગયો. તપાસમાં રામોસની કોઈ ગુનાહિત કે માનસિક બીમારીનો કોઈ ઈતિહાસ મળ્યો નથી.

ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટના જણાવ્યા અનુસાર, બંદૂકધારી રામોસે સ્કૂલ હુમલાની થોડી મિનિટો પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. જેના દ્વારા એ જણાયુ હતુ કે તે એક સ્કૂલ પર હુમલો કરવાનો છે. ગવર્નરે કહ્યું કે રામોસે ઉવાલ્ડેમાં રોબની પ્રાથમિક શાળા પર હુમલો કરવા માટે AR-15 બંદૂકનો ઉપયોગ કર્યો હતો. શૂટિંગના લગભગ અડધા કલાક પહેલા રામોસે સોશિયલ મીડિયા પર ત્રણ પોસ્ટ લખી હતી. દૈનિક ભાસ્કરના રીપોર્ટ અનુસાર એક બાળકની માતા એવલિને કહ્યુ કે તેમનું બાળક ત્રીજા ક્લાસમાં ભણતુ હતુ.

તેમણે જણાવ્યુ, તેમને શાળાની ઓટોમેટેડ એલર્ટ સિસ્ટમ દ્વારા ગોળીબારની માહિતી મળી હતી. તેમને ખબર નહોતી કે મારું બાળક જીવિત છે કે મરી ગયું છે. તેમણે કહ્યું. તે એક દુઃખદ સ્વપ્ન જેવું હતું. હું ખૂબ ડરી ગઇ હતી. હું શાળામાં ગોળીબારના અહેવાલો જોતી હતી. મને લાગતું હતું કે આવી ઘટનાઓ મોટા શહેરોમાં જ બને છે, પરંતુ મારા શહેરમાં આવું બન્યું છે. હું સમજી શકતી ન હતી કે શું કરવું. હું ભગવાનને વારંવાર પ્રાર્થના કરતી હતી કે મારું બાળક સુરક્ષિત રહે. મારા પતિ મને સિવિક સેન્ટર લઈ ગયા, પોલીસે અમને રાહ જોવાનું કહ્યું.

સિવિક સેન્ટરમાં અરાજકતા જોવા મળી હતી. ત્યાં લોકોની ભીડ હતી અને ઘણા લોકો રડી રહ્યા હતા. લોકો પોલીસકર્મીઓ પર બૂમો પાડી રહ્યા હતા કારણ કે તેઓને બિલ્ડિંગની અંદર જવા માટે રાહ જોવી પડી હતી.પોલીસ એક સમયે એક જ વ્યક્તિને અંદર જવા દેતી હતી. તેથી હું જઈને કારમાં બેસી ગઇ. જ્યારે મેં મારા બાળકને જોયું તો તે રડી રહ્યો હતો. તે ખૂબ જ ડરી ગયો હતો. એવલિને કહ્યું- હું નથી ઈચ્છતી કે મારું બાળક ફરી ક્યારેય અમેરિકન સ્કૂલમાં જાય. હું ઈચ્છું છું કે તે ઘરમાં સુરક્ષિત રહે. એવલિને કહ્યું કે આ ઘટના પછી મને ઊંઘ નથી આવતી. જ્યારે પણ હું આંખો બંધ કરું છું, ત્યારે હું આ બાળકો વિશે વિચારુ છું.

 

Shah Jina