ભીષણ વિસ્ફોટના કારણે આખું ભારત ધમધમી ઉઠ્યુ, 18,000 ગાય માતાના મોતથી કરોડો હૈયાઓમાં પહોંચ્યું દુઃખ

હે ભગવાન…કરોડો ભારતીયની આંતરડી કકળી ઉઠી, 18 હજાર ગાયોના મોત થતાં જગત હચમચી ગયું, જાણો સમગ્ર મામલો

આપણા દેશમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને એમ પણ કહેવાય છે કે ગાયની અંદર 33 કરોડ દેવતાઓનો પણ વાસ રહેલો છે એટલે જ આપણે દરેક વાર તહેવારે ગાયની પૂજા પણ કરતા હોઈએ છીએ. પરંતુ 3 દિવસ પહેલા જ એક એવી ખબર સામે આવી જેણે આખા ભારતના હૈયાને તાર તાર કરી નાખ્યું. અમેરિકાના એક ડેરી ફાર્મમાં થયેલા બ્લાસ્ટના કારણે 18,000 જેટલી ગાયો મોતને ભેટી.

અમેરિકાના ટેક્સાસમાં આવેલા એક ડેરી ફાર્મમાં ભીષણ વિસ્ફોટ થયો અને આગ લાગી. પશ્ચિમ ટેક્સાસમાં આવેલા આ ડેરી ફાર્મમાં લાગેલી આગ ઘણા કલાકોની જહેમત બાદ કાબુમાં આવી ત્યારે મૃત ગાયોની સંખ્યા જોઈને અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. સાઉથ ફોર્ક ડેરી ફાર્મમાં 18,000 ગાયોના મોત થયા હતા. બચાવી લેવાયેલા ડેરી ફાર્મના કામદારને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

આ અકસ્માતમાં કોઈ માનવ જાનહાનિ થઈ નથી. ટેક્સાસ શહેરના ડિમિટના મેયર રોજર મેલોને કહ્યું, ‘તે આઘાતજનક છે.’ તેમણે કહ્યું, ‘મને નથી લાગતું કે આ પહેલા ક્યારેય અહીં આવું કંઈ થયું હોય. તે ખરેખર એક દુર્ઘટના છે.’ એનિમલ વેલફેર ઇન્સ્ટિટ્યૂટ, એક વોશિંગ્ટન સ્થિત પ્રાણી હિમાયત જૂથ, 2013માં ફાર્મમાં આગને ટ્રેક કરવાનું શરૂ કર્યું. તેમના મતે દેશમાં મવેશીઓના મોતની આ સૌથી મોટી ઘટના હતી.

સંસ્થાના પોલિસી સહયોગી એલી ગ્રેન્જરે જણાવ્યું કે 2020માં ન્યૂયોર્કના એક ડેરી ફાર્મમાં લાગેલી આગમાં લગભગ 400 ગાયો બળી ગઈ હતી. તાજેતરની ઘટનાએ આ આંકડો મોટા માર્જિનથી વટાવી દીધો. સવાલ એ થાય છે કે ફાર્મમાં આગ કેવી રીતે લાગી? કાઉન્ટીના ટોચના એક્ઝિક્યુટિવ કાઉન્ટી જજ, મેન્ડી ગેફલેરે જણાવ્યું હતું કે ફાર્મના સાધનોમાં ખામી સર્જાતા વિસ્ફોટ કદાચ આગનું કારણ હોઈ શકે છે. ટેક્સાસના ફાયર અધિકારીઓ હાલમાં કારણની તપાસ કરી રહ્યા છે.

Niraj Patel