ઝઘડો એક એવી વસ્તુ છે, જે કોઈપણ જગ્યાએ અને કોઈની પણ સાથે કરી શકાય છે.આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે,જેમાં બે લોકો ગટરની અંદર લડતા જોવા મળી આવ્યા છે.વીડિયોમાં બે વ્યક્તિને ગટરમાં એકબીજા સાથે મારામારી કરતા જોઈને લોકો ચોંકી ઉઠ્યા છે,પરંતુ ખરી મજા ત્યારે આવે છે જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિ વચ્ચે આવીને સાવરણી જેવી વસ્તુ વડે મારવાનું ચાલુ કરે છે.
આ ક્લિપમાં આ સીન જોઈને યુઝર્સ પણ ખડખડાટ હસી રહ્યા છે અને બંનેને ઠપકો આપતા જોવા મળી રહ્યા છે.આ વીડિયોમાં બે યુવક એક ગટરની અંદર ખૂબ જ મારામારી કરતા જોઈ શકાય છે.ગંદી ગટરમાં ઝઘડો કરવાના કારણે બંને યુવક આખા ગટરના પાણીથી કાળામેસ થઈ ગયેલા જોવા મળે છે.આ દરમિયાન લગભગ 15 સેકન્ડ પછી આ વીડિયોમાં એક ત્રીજી વ્યક્તિની એન્ટ્રી થાય છે,જે હાથમાં સાવરણી જેવી વસ્તુ વડે મારવાનું ચાલુ કરે છે.ત્યાર બાદ બંને યુવક ગટરની બહાર આવી જાય છે.આ દરમિયાન ઝઘડા અને બચાવની આ ક્લિપ 28 સેકન્ડમાં પૂરી થઈ જાય છે.
આ વીડિયોને ટ્વિટ્ટર પર @gharkekalesh નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- બે છોકરા વચ્ચે ગટરમાં અથડામણ.આ વીડિયોને અત્યારસુધીમાં 93 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે અને 1 હજારથી વધુ વખત લાઈક કરવામાં આવ્યો છે.આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે.એક યુઝરે લખ્યું- શું મનોરંજન ચાલી રહ્યું છે.અન્ય એક યુઝરે લખ્યું- એવું લાગે છે કે મામલો ઘણો ગંભીર અને વિચત્ર લાગી રહ્યો છે.ત્રીજા યુઝરે લખ્યું- લડાઈ પૂરી થયા પછી તેઓ ઘરે કેવી રીતે જશે? ચોથા યુઝરે લખ્યું- આ ફક્ત ભારતમાં જ થઈ શકે છે.
Naala-Kalesh b/w Two Bois
pic.twitter.com/z03a9zXglk— Ghar Ke Kalesh (@gharkekalesh) October 24, 2024