તુનિષા, સુશાંત સિંહ પછી વધુ એક ફેમસ અભિનેતા ગળાફાંસો ખાઈને લટકી ગયો, ફેન્સ અને આખી ઇન્ડસ્ટ્રીમાં હડકંપ મચી ગયો
દેશભરમાં ઘણા બધા લોકો પોતાના જીવનથી કંટાળીને આપઘાત કરી લેતા હોય છે, સામાન્ય માણસોની જેમ ઘણા સેલેબ્સ પણ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે, ત્યારે હાલ એક ખબરે સૌને આંચકો આપ્યો છે, એક યુવા અભિનેતાએ આપઘાત કરી લેતા ચાહકોમાં પણ ઊંડો શોક ફરી વળ્યો છે તો મનોરંજન જગતમાં પણ આ અભિનેતાના આપઘાતથી હડકંપ મચી ગયો છે.
આ ખબર આવી છે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી. જ્યાં તેલુગુ ઇન્ડસ્ટ્રીના યુવા 43 વર્ષીય અભિનેતા સુધીર વર્માએ આ દુનિયાને અલવિદા આખી દીધું છે. ગત સોમવાર 23 જાન્યુઆરીના રોજ વિશાખાપટ્ટનમમાં તેને પોતાના ઘરે જ આપઘાત કરી લીધો હતો. તેના આપઘાત પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થયું. મીડિયા રીપોર્ટ અનુસાર તેને તેના અંગત કારણોને લઈને આપઘાત જેવું ભયાનક પગલું ભર્યું છે.
દિવંગત અભિનેતા સુધીર વર્મા સાથે ફિલ્મ ‘કુંદનપુ બોમ્મા’માં કામ કરનાર સુધાકર કોમકુલાએ તેમના નિધનની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેણે ટ્વીટ કર્યું, ‘તમને મળીને અને તમારી સાથે કામ કરીને આનંદ થયો! તે માનવું મુશ્કેલ છે કે તમે હવે અમારી સાથે નથી! ઓમ શાંતિ!’ દિવંગત અભિનેતા સુધીર વર્માએ 2013માં ફિલ્મ ‘સ્વામી રા રા’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.
પરંતુ તેને ઓળખ ‘કુંદનપુ બોમ્મા’થી મળી. આ ફિલ્મ માટે સુધીર વર્માને આજે પણ યાદ કરવામાં આવે છે. તે તેની કારકિર્દીની અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ હતી. અભિનેતાના અંતિમ સંસ્કાર વિઝાગ નામના સ્થળે કરવામાં આવશે. સુધીરે શા કારણે આટલું મોટું પગલું ભર્યું તેના વિશે કોઈ સ્પષ્ટ કારણ સામે નથી આવ્યું. પરંતુ તે છેલ્લા ઘણા સમયથી પોતાના અંગત જીવનમાં કેટલીક મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહ્યો હતો. તે માનસિક રૂપે પણ ખુબ જ દબાણમાં હતો. ત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ કારણોના લીધે જ તેને આપઘાત જેવું પગલું ભર્યું.