માંગમાં સિંદુર અને હાથમાં બંગડીઓ…કરણ કુંદ્રા સાથે નવી નવેલી દુલ્હનના અવતારમાં સ્પોટ થઇ તેજસ્વી પ્રકાશ- વાયરલ થઇ તસવીરો

ટીવીની મોટી અભિનેત્રીએ ગુપચુપ લગ્ન કરી લીધા? નવી નવેલી દુલ્હનના અવતારમાં સ્પોટ થઇ તેજસ્વી પ્રકાશ, જુઓ તસવીરો

ટીવી સીરીયલ સ્ટાર કરણ કુન્દ્રા અને ટીવીની ખૂબસુરત અદાકારા તેજસ્વી પ્રકાશ હાલમાં ટીવી ઈન્ડસ્ટ્રીમાં સૌથી હોટ અને હેપ્પી કપલ છે. આ સ્ટાર્સની તસવીરો સામે આવતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે. તેજસ્વી પ્રકાશ આ દિવસોમાં એકતા કપૂરના સુપરનેચરલ ડ્રામા ‘નાગિન 6’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહી છે. નાગિન 6માં તેજસ્વી પ્રકાશ પ્રાથાનો રોલ કરી રહી છે. જ્યાં તેજસ્વી આ દિવસોમાં નાગિનને લઈને ચર્ચામાં છે તો બીજી તરફ કરણ પણ કુન્દ્રા સાથેની નિકટતાને લઈને ચર્ચામાં છે.

બિગબોસ 15ના ઘરમાં બંનેએ એકબીજા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો, ત્યારથી તેમના ચાહકો તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઘણીવાર બંને એકસાથે સ્પોટ પણ થાય છે. ત્યારે તાજેતરમાં જ તેજસ્વી ફરી એકવાર કરણ કુન્દ્રા સાથે જોવા મળી હતી. પરંતુ, આ દરમિયાન તેનો લુક જોઈને બધા ચોંકી ગયા હતા. તેજસ્વીને જોયા બાદ ઘણા યુઝર્સે એવો સવાલ પણ કર્યો કે તેણે કરણ કુન્દ્રા સાથે ક્યારે લગ્ન કર્યા ?

સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેજસ્વી માંગમાં સિંદૂર, હાથમાં બંગડીઓ અને સાડી પહેરેલી નવી નવેલી દુલ્હનના લુકમાં જોવા મળી રહી છે. તેજસ્વીના આ લુકને જોયા પછી ઘણા યુઝર્સ એ મૂંઝવણમાં પડી ગયા કે શું તેણે કરણ કુન્દ્રા સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા છે ? આ કારણે યુઝર્સે તેના લગ્ન અંગે સવાલો કરવા લાગ્યા હતા.પરંતુ, તમને જણાવી દઈએ કે, તેજસ્વી પ્રકાશ કરણ કુન્દ્રાને સરપ્રાઈઝ કરવા માટે ‘ડાન્સ દીવાને જુનિયર્સ’ના સેટ પર પહોંચી હતી.

તેજસ્વી કરણ કુન્દ્રાને મળવા તેના નાગીન 6 ના શૂટિંગ સેટ પરથી સીધી આવી હતી. એટલા માટે તે આ લુકમાં હતી. જેના કારણે ચાહકો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. 8 માર્ચના રોજ તેજસ્વી કરણના શૂટિંગ સેટ પર પહોંચી હતી. કરણ કુન્દ્રા તેને અચાનક આ રીતે જોઈને ચોંકી ગયો હતો. આ દરમિયાન અભિનેતા તેને પૂછી રહ્યો છે કે ક્યાં ફરે છે તુ. જેના પર તેજસ્વી કહે છે કે તેનું શૂટ શિફ્ટ થઈ ગયું છે, તેથી તે તેને રસ્તામાં મળવા આવી હતી. આ પછી કરણ કુન્દ્રા તેજસ્વીનો હાથ પકડીને લઈ જતો જોવા મળ્યો હતો.

બંનેની જોડી ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. કરણ તેજસ્વીને લઇને ખૂબ જ પ્રોટેક્ટિવ છે. હાલમાં જ તે પેપરાજી પર ગુસ્સે થતો જોવા મળ્યો હતો. જ્યારે કેટલાક લોકો તસવીર લેવા માટે તેજસ્વીના ઘરમાં ઘૂસ્યા હતા. કરણ એ કહેતો જોવા મળ્યો હતો કે ભાઈ પ્રાઈવસી નામની કોઈ વસ્તુ છે. આવું કૃત્ય ખોટું છે. આના પર કાર્યવાહી કરશે. કરણ કુન્દ્રા ‘ડાન્સ દીવાને જુનિયર’નું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેજસ્વી પ્રકાશ તેને સરપ્રાઈઝ કરવા આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

કરણ માત્ર સરપ્રાઈઝથી ખુશ ન હતો પરંતુ તે તેજસ્વીને એકદમ ટાઇટ ગળે લગાવતો પણ જોવા મળ્યો હતો.આ દરમિયાન ટીવી સિરિયલ સ્ટાર કરણ કુન્દ્રા તેની ગર્લફ્રેન્ડ તેજસ્વી પ્રકાશનો હાથ પકડીને તેને લઇ જતો જોવા મળ્યો હતો. આ કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાનની ઘણી તસવીરો પણ સામે આવી છે, જે દરેકનું ધ્યાન ખેંચી રહી છે. આ બંને સ્ટાર્સને બિગ બોસ 15 પછી જોરદાર ઓફરો મળી રહી છે.

Shah Jina