‘હનુમાન’ ફિલ્મના શાનદાર VFXએ જીત્યુ દિલ, 700 કરોડમાં બનેલ ‘આદિપુરુષ’ ફરી થવા લાગી ટ્રોલ

‘હનુમાન’નું VFX જોઇ દંગ રહી ગયા દર્શક, આદિપુરુષના બજેટ પર ઉઠ્યા સવાલ, સીખ લેવાની લોકોએ આપી સલાહ

તેલુગુ ફિલ્મ ‘હનુમાન’ 12 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવી. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ રિવ્યુ પણ આવવા લાગ્યા. ત્યારે આ દરમિયાન ફરી એકવાર આદિપુરુષનો ઉલ્લેખ થઇ રહ્યો છે. હનુમાન ઓછા બજેટની ફિલ્મ છે, તેમ છતાં ફિલ્મનું VFX મજબૂત છે. સોશિયલ મીડિયા પર ફિલ્મના ઘણા વખાણ થઈ રહ્યા છે.

‘હનુમાન’ ફિલ્મના શાનદાર VFXએ જીત્યુ દિલ

તો બીજી તરફ આદિપુરુષના બજેટ પર સવાલો ઉઠી રહ્યા છે કે શું તે ખરેખર 700 કરોડમાં બની હતી. કેટલાક દર્શકોએ તો ઓમ રાઉતને સાઉથના દિગ્દર્શકો પાસેથી શીખવાની સલાહ પણ આપી. હનુમાન વિશે રિવ્યુ આપતાં એક યુઝરે કહ્યું, “જો તમારી પાસે ફિલ્મ બનાવવાની સારી તક હોય તો હનુમાન જેવી સારી ફિલ્મો બનાવો, આદિપુરુષ જેવી ફિલ્મો નહીં. બોલિવૂડ માટે એક મોટો પાઠ.

700 કરોડમાં બનેલ ‘આદિપુરુષ’ ટ્રોલ

ફિલ્મની આખી ટીમ ફાયર છે. પ્રશાંત વર્મામાં અવતાર જેવી ફિલ્મ બનાવવાની ક્ષમતા છે. તેજા સજ્જાનું પરફોર્મન્સ શાનદાર છે.” અન્ય એક યુઝરે કહ્યું, “બ્રહ્માસ્ત્ર અને આદિપુરુષ સારા મોકાને બરબાદ કરવાવાળી ફિલ્મો હતી. શું પ્રશાંત વર્મા જેા લોકોને આ મોકો મળ્યો, આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે આવા કમાલના વિઝ્યુઅલ અને VFX 30 કરોડના ઓછા બજેટમાં તૈયાર થયા છે.

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

બધુ ક્રેડિટ પ્રશાંત વર્માને જાય છે. સાઉથની તારીફ કરતા એક યુઝરે કહ્યુ કે “એકવાર તમે હનુમાન જુઓ, તે સાબિત કરે છે કે માત્ર સાઉથના ડિરેક્ટર્સ જ સંવેદનશીલ પ્રોજેક્ટને કેવી રીતે હેન્ડલ કરવા તે જાણે છે.” દિગ્દર્શકની પ્રશંસા કરતા એક યુઝરે કહ્યું, “એક શબ્દમાં, શાનદાર. 4 સ્ટાર રેટિંગ.

દિગ્દર્શક પ્રશાંત વર્માએ એક શાનદાર મનોરંજન કર્યું છે… હનુમાન એક શાનદાર ફિલ્મ છે.” હનુમાનના વીએફએક્સથી પ્રભાવિત થઈને, એક દર્શકે કહ્યું, “ભક્તિમય થઇ જાઓ. કારણ કે હનુમાનની ગાથા મોટા પડદા પર સામે આવી છે, સિનેમાઇ મંદિર જ્યાં ભક્તિથી મનોરંજન મળે છે.”

Shah Jina