દુનિયાના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ ઉપર આ 14 મિત્રોએ બનાવી ચા, શાનદાર નાસ્તા સાથે કરી ટી પાર્ટી, જુઓ વીડિયો

દુનિયાભરમાં ઘણા એવા લોકો હોય છે જે નવા નવા કીર્તિમાનો સ્થાપવા માંગતા હોય છે, તેના માટે તે મહેનત કરતા હોય છે, વિશિષ્ટ આવડત ધરાવતા હોય છે અને જ્યાં સુધી તેઓ નવો કીર્તિમાન સ્થાપીત ના કરે ત્યાં સુધી તે થાકતા નથી. તેમના સાહસ અને મહેનતને ઘણીવાર સલામ કરવાનું મન થાય.

ત્યારે હાલ એવા જ એક સાહસની કહાનીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર તેના સત્તાવાર એકાઉન્ટમાંથી ચા પ્રેમીઓનો એક વીડિયો અપલોડ કર્યો છે. આ ચા પ્રેમીઓએ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચાની ચુસ્કીઓ લીધી. તે સામાન્ય ચા પાર્ટીઓ કરતા સાવ અલગ હતી. આ આરોહકોએ સમુદ્રથી 21 હજાર 312 ફૂટની ઊંચાઈએ ચા બનાવવાની મજા માણી હતી.

વિશ્વની આ સૌથી ઊંચી ટી પાર્ટીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ કારણથી ગિનીસ રેકોર્ડ્સે તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર તેનો વીડિયો શેર કર્યો છે. આરોહીઓ આરામથી ચાની ચુસ્કી લેતા જોવા મળ્યા હતા. કેપ્શનમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડે લખ્યું- સૌથી ઊંચી ટી પાર્ટી. માઉન્ટ એવરેસ્ટ કેમ્પ 2 નેપાળની ટીમના સભ્યો દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આરોહકો કપ અને નાસ્તા સાથે આટલી ઊંચાઈ પર એક ટેબલ પર ભેગા થાય છે. પાર્ટી માટે બધાએ એકસરખી તૈયારી કરી. તેમને ઉપર જ ચા બનાવી અને આટલી ઊંચાઈ ઉપર ચા પીવાનો આનંદ લીધો હતો. આ પાર્ટી એન્ડ્રુ હ્યુજીસ દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સાથેની વાતચીતમાં એન્ડ્રુએ કહ્યું કે આ ટી પાર્ટી માત્ર હૂંફ માટે નહોતી. તે બધા આરોહકોને એક સાથે લાવવા અને તેમને એક સાથે જોડવાનો હતો. બધાએ ત્યાં બેસીને વાત કરી અને તેમની વચ્ચે એક જોડાણ થયું. આ જોડાણ મુશ્કેલ ચઢાણોમાં ખૂબ મદદરૂપ છે. આ કારણે જો ટીમને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો બધા એક થઈ જાય છે. એન્ડ્ર્યુએ આ પાર્ટી માટે ઘણી બધી બાબતો વિચારી હતી પરંતુ અંતે ચા ફાઈનલ થઈ ગઈ.

એન્ડ્રુના મતે આ વર્લ્ડ રેકોર્ડ ઘણો ખાસ છે. તે માત્ર તેમના માટે જ નહીં પરંતુ આ પાર્ટીમાં સામેલ દરેક સભ્ય માટે ખૂબ જ ખાસ છે. તેણે વધુમાં કહ્યું કે જીવનની મોટાભાગની ખાસ ક્ષણો શેર કરવામાં આવે છે. ભાગ્યે જ કોઈ એકલા એક ખાસ ક્ષણ બનાવી શકે છે. આ ચા પાર્ટી એક એવી ક્ષણ છે, જેને તે ક્યારેય ભૂલી શકશે નહીં. રેકોર્ડ બનાવતી વખતે તેણે બનાવેલ બોન્ડ સૌથી ખાસ છે. આ બોન્ડ સૌથી યાદગાર બની રહેશે.

Niraj Patel