તાઉ તે વાવાઝોડાની અસર : રણબીર-આલિયાના ઘરને થયુ નુકશાન, અમિતાભ-અક્ષયની ઓફિસમાં નુકશાન, જાણો અન્ય સેલિબ્રિટિઓની ઘર-ઓફિસની શુ છે હાલત…

તાઉ તે વાવાઝોડાએ તો દેશના અધિકાંશ ભાગને મૌસમમાં બદલી દીધો છે. પરંતુ જે સ્થળોમાં તોફાનનો વધારે પ્રભાવ છે ત્યાં તેણે તબાહી મચાવી દીધી છે.

તાઉ તેએ સોમવારે મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં તબાહી મચાવી દીધી હતી અને સામાન્ય માણસથી લઇને સેલિબ્રિટિઝના ઘર તાઉ તેએ ઘમરોળી નાખ્યા હતા.

બોલિવુડ અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટના ઘરને પણ ઘણુ નુકશાન પહોંચ્યુ છે. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના નવા ઘરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે અને આ બિલ્ડિંગની બહાર કેટલાક ઝાડ પડ્યા હોવાનું વીડિયોમાં જોઇ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Tadka Bollywood (@tadka_bollywood_)

બોલિવુડના બિગ બી અને મહાનાયક અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં એ વાતની જાણકારી આપી હતી કે તેમની ઓફિસ જનકમાં પાણી ભરાઇ ગયુ છે. તેમણે લખ્યુ હતુ કે, સાયક્લોનને કારણે એક સન્નાટા જેવુ છવાઇ ગયુ છે. દિવસ રાત વરસાદ પડી રહ્યો છે. ઝાડ પડી રહ્યા છે.

જનક ઓફિસમાં પાણીનો ભરાવ થઇ ગયો છે. મારો સ્ટાફ પાણીને બહાર નીકાળવામાં લાગ્યો છે. સ્ટાફનું આ કામ સરાહનીય છે. બિગ બી ઉપરાંત બોલિવુડના ખેલાડી અક્ષય કુમારની ઓફિસમાં પણ નુકશાન થયુ છે.

તમને જણાવી દઇએ કે, હૃતિક રોશન તથા અક્ષય કુમાર મુંબઇના જૂહુ વિસ્તારમાં રહે છે. તેઓ બંને એક જ બિલ્ડિંગમાં રહે છે અને આ બિલ્ડિંગ બહાર રસ્તા પર વૃક્ષ પડી ગયા છે. મલાઇકા અરોરાના ઘરની બહાર પણ વૃક્ષ પડી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina