ઇસ્કોન બ્રિજ અકસ્માતને લઇને FSLનો રિપોર્ટ આવ્યો સામે, સૌથી મોટો ખુલાસો, થરથરી જશો જાણશો તો…

FSL Report : અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસને લઇને રોજ નવા નવા અને ચોંકાવનારા ખુલાસા થતા રહે છે, ત્યારે આજે તથ્યના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરાયો અને પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી ન કરાતા તથ્યને કોર્ટે જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલ્યો. ત્યારે આ અકસ્માત મામલે FSLનો રીપોર્ટ સામે આવ્યો છે અને તે મુજબ ગાડીની સ્પીડ 142.5 કીમી પ્રતિ કલાક હતી. ઉલ્લેખનીય છે કે, 19 તારીખે બુધવારે મધરાતે ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી ગઇ અને આ અકસ્માતને જોવા માટે લોકોનું ટોળુ એકઠુ થયુ.

ગાડીની સ્પીડ મામલે FSLનો રીપોર્ટ
ત્યારે આ દરમિયાન જ કર્ણાવતી ક્લબ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી લક્ઝ્યૂરિયસ જેગુઆર કારે અકસ્માત જોવા ઉભેલા ટોળાને કચડી નાખ્યા. તથ્ય ઘટના સમયે કારમાં એકલો નહોતો પણ તેની સાથે બે યુવકો અને બે યુવતિઓ પણ હતા. જેઓ પોલિસ સ્ટેશનમાં હાજર પણ થયા હતા અને તેમની પણ પોલિસે પૂછપરછ કરી હતી. ત્યારે આ કેસમાં જ્યારો પોલિસે તથ્યના મિત્રોની પૂછપરછ કરી તો તેમણે કહ્યુ હતુ કે તથ્યને તેઓએ સ્પીડ ઓછી કરવાનું કહ્યુ હતુ પણ તથ્યએ ના કરી અને મ્યુઝિકનો અવાજ પણ વધારી દીધો.


મિત્રોએ તથ્ય પર અને તથ્યએ મિત્રો પર ઢોળ્યો દોષનો ટોપલો
જો કે, પોલિસ પૂછપરછમાં તથ્યએ તેના મિત્રો પર દોષનો ટોપલો ઢોળી દીધો. તેણે કહ્યુ કે તે મિત્રો સાથે કર્ણાવતી ક્લબથી રાજપથ ક્લબ તરફ જઈ રહ્યો હતો અને કારમાં મોટા અવાજે મ્યુઝિક વગાડી રહ્યો હતો. તેના મિત્રો કારમાં ડાંસ કરી રહ્યા હતા અને એવામાં બાજુની સીટ પર બેઠેલો મિત્ર તથ્યને ગલીપચી કરીને વાળ ખેંચી રહ્યો હતો ત્યારે મજાકમસ્તી વચ્ચે કારની સ્પીડ પણ 100થી વધારે હતી અને એવામાં જ બ્રિજ પર પહોંચતા તે સમયસર બ્રેક ન મારી શક્યો અને તેને અંધારામાં ભીડ દેખાઇ નહિ.

15 દિવસ પહેલા થાર વડે સર્જ્યો હતો અકસ્માત
જો કે, તથ્યએ આ અકસ્માતના પંદરેક દિવસ પહેલા પણ એક અકસ્માત સર્જ્યો હતો. જે 3 જુલાઈની રાતનો હોવાનું કહેવાય છે. તથ્યએ અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સિંધુભવન રોડ પર થાર બેફામ ચલાવી એખ કેફેમાં ઘુસાડી દીધી હતી અને કેફેની દીવાલ તોડી નાખી હતી. જો કે, ત્યારે તથ્ય પટેલ અને કેફેના સંચાલકે સમાધાન થઇ જતા કોઇ પગલા નહોતા લેવાયા.

Shah Jina