બાપના રૂપિયા અને પાવરના જોર પર બગડતો રહ્યો તથ્ય પટેલ, સ્કૂલમાં પણ દારૂની બોટલ સાથે ઝડપાયો હતો, જો પિતાએ સાચવ્યો હોત તો આજે 10 પરિવારોમાં ખુશહાલી હોત !
Tathya Patel was caught in school with a bottle of liquor : ઇસ્કોન બ્રિજ પર થેયેલા ગોઝારા અકસ્માતની યાદ આજે પણ ભુલાઈ નથી રહી અને સમગ્ર ગુજરાતમાંથી આ અકસ્માત સર્જનારા તથ્ય પટેલને કડક સજા થાય એવી માંગણી પણ કરવામાં આવી રહી છે. ત્યારે હાલ તથ્ય પટેલ જેલમાં છે અને આ દરમિયાન તેના વિરુદ્ધ પણ એક પછી એક ખુલાસાઓ થઇ રહ્યા છે. તથ્યના અત્યાર સુધીના કાળા ચિઠ્ઠા સામે આવી રહ્યા છે. જેને સાંભળીને સૌ કોઈ હેરાન રહી ગયા છે. પૈસાદાર બાપના આ નબીરાએ 10 જિંદગીઓ છીનવી એ પેહલા પણ ઘણા એવા કાંડ કર્યા છે.
સિંધુ ભવન કેસમાં પણ થશે તથ્યની ધરપકડ :
ઇસ્કૉન બ્રિજની ઘટના પહેલા તેને 2 વાર અકસ્માત સર્જ્યો હતો જેમાં 3 જુલાઈની રાત્રે તેને પોતાની થાર કારને સિંધુ ભવન રોડ પર એક કેફેમાં ઘુસાડી દીધી હતી અને દીવાલ પણ તોડી નાખી હતી, આ કેસમાં પણ તેની ધરપકડ થઇ શકે છે અને પોલીસ આ મામલે તેની પુછપરછ કરી શકે છે. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ તેને પોતાની કારથી એક મંદિરને નુકશાન પહોચાડ્યું હોવાનું પણ સામે આવ્યા હતું, આ ઉપરાંત હવે તેના સ્કૂલના કાંડ પણ ખુલ્લા પડી રહ્યા છે.
સ્કૂલમાં દારૂની બોટલ સાથે ઝડપાયો હતો :
તથ્ય નાની ઉંમરમાં જ ખોટા રસ્તે ચાલ્યો ગયો અને તે પણ તેના પિતાના કારણે, કારણ કે પિતા પાસે પૈસા અને પાવર હતો અને તેના કારણે જ તથ્યને પણ આ આઝાદી મળી ગઈ. ત્યારે જયારે તે ધોરણ 12માં અભ્યાસ કરતો હતો ત્યારે તે જ દારૂની બોટલ સાથે શાળામાંથી ઝડપાયો હતો. જેના અબ્દ તેને શાળમાંથી પણ હાંકી કાઢવામાં આવ્યો હતો, પરંતુ તેના પિતા પાવરફુલ વ્યક્તિ હોવાના કારણે આ મામલાને રફેદફે કરી દીધો હતો. આ રીતે પિતા જ પોતાના દીકરાને છાવરતા ગયા અને દીકરો પણ આવા કામો બેખોફ કરતો રહ્યો.
પપ્પા પોતાના પાવરથી છાવરતા રહ્યા :
સ્કૂલમાં દારૂની બોટલ સાથે પકડાયેલો તથ્ય કોલેજમાં પણ લહેરી લાલા જ હતો. તે સાબરમતી યુનિવર્સીટીમાં માત્ર નામથી જ ભણતો હતો, તેને દરેક ક્લાસમાંથી ગુલ્લીઓ જ મારી છે અને કોઈ લેક્ચર એટેન્ડ નથી કર્યા. જેના કારણે કોલેજ દ્વારા પણ તેના પિતાને અનેકવાર નોટિસ પણ ફટકારવામાં આવી હતી, પરંતુ પૈસાના જોર પર તેના પિતા બધું સમેટી લેતા હતા. આ બધા કારણે જ તેને રાત્રે પાર્ટીઓ કરવાનો ચસ્કો લાગ્યો, કોઈની બીક ના રહી અને ઇસ્કોન બ્રિજ પર 10 લોકોના મોતનું કારણ પણ તે જ બન્યો.