10 પરિવાર ઉજાળનાર તથ્ય પટેલને નથી જરા પણ અફસોસ, પુછપરછમાં પણ આપ્યા બેફામ જવાબ, મેડિકલમાં પણ સહોયોગ ના કર્યો, જુઓ શું કહ્યું

Tathya Patel Police Interrogation : અમદાવાદનો સૌથી ભયાનક કહી શકાય એવો અકસ્માત બુધવારની રાત્રે સર્જાયો. જેમાં એક બે નહિ પરંતુ 10 લોકોના મોત થયા અને 10 પરિવારો ઉજળી ગયા. આ ઘટના ત્યારે સર્જાઈ હતી જયારે મોડી રાત્રે ઇસ્કોન હાઇવે પર એક ટેન્કરની પાછળ થાર કાર ઘુસી ગઈ અને તેમાં બચાવ માટે અને જોવા માટે લોકોના ટોળા પણ ત્યા એકઠા થઇ ગયા. જેની થોડીવાર બાદ જ 20 વર્ષનો લબર મુછીયો પુરપાટ ઝડપે જેગુઆર કાર લઈને આવ્યો અને ટોળા પર ચઢાવી દીધી.

10 લોકોના થયા છે મોત :

કારની સ્પીડ એટલી બધી હતી કે આ ઘટનામાં લોકો 30 ફૂટ સુધી ઉછળ્યા, અને ઘટના સ્થળ પર જ 9 લોકોના દુઃખદ મોત થઇ ગયા. આ દરમિયાન 10થી વધુ લોકો ઘાયલ પણ થયા હતા, જેમાંથી એક પોલીસ કોન્સ્ટેબલનું પણ સારવાર દરમિયાન મોત થયું. આ ઘટનાના કારણે 10 પરિવારનો માળો વિખેરાઈ ગયો, ત્યારે કાર ચાલાક તથ્ય પટેલની હાલ પોલીસે ધરપકડ કરી લીધી છે અને તેની સાથે પુછપરછ કરવામાં આવી રહી છે, પરંતુ તથ્ય આ દરમિયાન યોગ્ય જવાબ નથી આપી રહ્યો.

પુછપરછમાં બેફામ જવાબ આપ્યા :

તથ્ય પટેલ સાથે DGP જયારે પુછપરછ કરી રહ્યા હતા ત્યારે તેને બેફામ જવાબો આપ્યા હતા, જે સાંભળીને પોલીસકર્મીઓ અને અધિકારીઓ પણ હેરાન રહી ગયા હતા. એવું લાગતું હતું કે જાણે તથ્યને આ 10 લોકોના મોત પર કોઈપણ જાતનો અફસોસ જ નથી. તથ્યએ તેની કાર ઓવર સ્પીડમાં હોવાનું પોલીસ સમક્ષ કબૂલી લીધું  છે. આ ઉપરાંત તેને અકસ્માત પહેલા દારૂ પાર્ટી ના કરી હોવાનું પણ કબુલ્યું હતું. તેને જણાવ્યું કે આ ઘટના કેફમાથી પરત ફરતા સમયે ઘટી હતી.

મેડિકલ તપાસમાં પણ સહકાર ના આપ્યો :

આ ઉપરાંત તથ્ય પટેલે મેડિકલ તપાસમાં પણ સાથ સહકાર ના આપ્યો હોવાનું પણ સામે આવ્યું છે. ગત સાંજે 6 વાગ્યા સુધી તથ્યની મેડિકલ તપાસ ચાલી હતી, પરંતુ તેના સહકાર ના આપવાના કારણે વધુ સમય લાગ્યો હતો. ત્યારે આજે બપોર બાદ તથ્યને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત અકસ્માત બાદનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તથ્યને બેસાડીને એક વ્યક્તિ અકસમાત કેવી રીતે બન્યો તે અંગે પુછપરછ કરી રહ્યો છે અને તે જણાવી રહ્યો છે કે કારની સ્પીડ 120 હતી.

Niraj Patel