5 લાખ રૂપિયામાં ટાટા મોટર્સ લઈને આવી રહ્યા છે સૌથી સસ્તી SUV કાર? ટાટાની સૌથી સસ્તી SUV મચાવશે ધમાલ, જાણો વિગત

ટાટા મોટર્સ જલ્દી જ માઇક્રો SUV સેગમેંટમાં મોટો ધમાકો કરવાના છે. કોરોના મહામારી ની બીજી લહેર જેવી જ હલ્કી પડી છે ઓટો કંપનીઓ તેમની નવી કાર લોન્ચ કરી રહ્યા છે.  તેમાં ટાટા મોટર્સ પણ પાછળ નથી.ટાટા મોટર્સ તેમની સૌથી સસ્તી SUV કાર લઇને આવી રહી છે. SUV સેગમેંટમાં તેમની પકડ મજબૂત કરવા માટે ટાટા મોટર્સે આ વર્ષે શરૂઆતમાં 7 સીટર SUV સફારીને લોન્ચ કરી હતી. જેણે બજારમાં આવતા જ ઉથલ પાથલ મચાવી દીધી. હવે ટાટા મોટર્સ એક નવી SUV કાર લોન્ચ કરવા ની તૈયારી કરી રહી છે.

આ વખતે ટાટા મોટર્સ કોઇ રેગ્યુલર SUV કે કોમ્પેક્ટ SUV નહિ પરંતુ કંઇક બીજુ લઇને આવી રહી છે કારણ કે આ વખતની ટાટા મોટર્સ SUV માં હાથ અજમાવવા વાળી છે. આ માઇક્રો SUVને ટાટા મોટર્સે Tata HBX નામ આપ્યુ છે. જો કે, માઇક્રો SUV ભારતમાં વધારે પ્રચલિત નામ નથી. પરંતુ ટાટા મોટર્સ એક નવી પહેલ કરવા જઇ રહી છે.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, તેમાં 1.2 લીટર એન્જીન મળશે, જે Tiago અને Altroz સાથે આવે છે. કારના હાઇ-એંડ વર્ઝનને ટર્બોચાર્જ્ડ એન્જીન સાથે પણ પેશ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત કારમાં LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ મળશે. મના એલોય વ્હીલ્સ, ટચ સ્ક્રીન ઇંફોટેનમેંટ સિસ્ટમ, જેમાં એપ્પલ કાર પ્લે અને એંડ્રોયડ ઓટો કનેક્ટિવીટી મળશે. અનુમાન અનુસાર આ કારની કિંમત 5 લાખથી 7 લાખની વચ્ચે હોઇ શકે છે.

હવે સવાલ એ છે કે ટાટા મોટર્સ આ કારને કયારે લોન્ચ કરશે. ઉમ્મીદ એ કરવામાં આવી રહી છે કે કંપની આને ફેસ્ટિવ સીઝન દરમિયાન એટલે કે નવેમ્બરથી ડિસેમ્બરમાં લોન્ચ કરી શકે છે. કારણ કે આ દરમિયાન કંઝ્યુમર સેંટિમેટ્સ ઘણુ સારુ રહે છે, લોકો નવી કાર ખરીદે છે અને શોપિંગ કરે છે.

Shah Jina