ટીવીનો પોપ્યુલર શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” વર્ષ 2008માં શરૂ થયો હતો. સતત 12 વર્ષથી ચાલતા આ શોને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો છે. દર્શકો પર આ શોએ એવી પકડ જમાવી છે કે, તેના રિપીટ એપિસોડ પણ દર્શકો પસંદ કરે છે.
આ શોને જોઇને બધાના ઘરોમાં હંસી ગુંજવા લાગે છે. શોમાં જે પણ પાત્ર છે તે તેમની શાનદાર કોમિક ટાઇમિંગને કારણે દર્શકોના દિલમાં જગ્યા બનાવવામાં કામયાબ થયા છે.
આ શોમાં જેઠાલાલના પિતા ચંપકલાલ એટલે કે બાપુજી જેઓ ઘરે ઘરે આ જ નામે જાણિતા છે. જો કે, ખૂબ જ ઓછા લોકો જાણે છો કે, બાપુજીનું પાત્ર નિભાવનાર અમિત ભટ્ટ આ શોના શરૂઆતી કલાકારોમાંના એક છે. તેઓ શરૂઆતથી જ આ શો સાથે જોડાયેલા છે.
આ શોમાં બાપુજીનો રોલ પ્લે કરનાર અમિત ભટ્ટ 48 વર્ષના છે અને તેમને આ રોલ લગભગ 36 વર્ષની ઉંમરમાં મળ્યો હતો.
એકવાર અમિત ભટ્ટે જણાવ્યુ હતુ કે, “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” માટે તેમને કોઇ ઓડિશન આપવું પડ્યુ ન હતું. આ રોલ માટે તેમની મુલાકાત શોના પ્રોડ્યુસર અસિત મોદી સાથે એક હોટલમાં થઇ હતી. તે બાદ આ રોલ માટે તેમને સિલેક્ટ કરવામાં આવ્યા હતા.
અમિત ભટ્ટ નાટકો ઉપરાંત ગુજરાતી-હિંદી ધારાવાહિક પણ કરી ચૂક્યા છે. જનસત્તાની ખબર અનુસાર, અમિત ભટ્ટને “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના એક એપિસોડ માટે 70થી 80 હજાર રૂપિયા મળે છે.
ઉતરાખંડ નિવાસી અમિત ભટ્ટના લગ્ન થઇ ચૂક્યા છે અને તેમની પત્નીનું નામ કૃતિ ભટ્ટ છે. તમને જણાવી દઇએ કે, તેઓ જુડવા દીકરાઓના પિતા છે. એટલું જ નહિ તે પણ આ શોમાં નજરે પડી ચૂક્યા છે. તેમની પાસે ટોયોટા ઇનોવા ક્રિસ્ટલ ગાડી પણ છે.
મીડિયા રીપોર્ટ્સ અનુસાર અમિત ભટ્ટ છેલ્લા 16 વર્ષોથી થિયેટર કરી રહ્યા છે. તેઓ જેઠાલાલ એટલે કે દિલીપ જોશી સાથે આ શો પહેલા પણ કેટલાક નાટકોમાં સાથે કામ કરી ચૂક્યા છે.